Flashback 2020: UAE અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતી બની ચોંકાવનારી ઘટના
નવી દિલ્હીઃ હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે જ્યારે 2020 વિદાય લેશે. 100 વર્ષ બાદ આવેલી આ મહામારીએ આ વર્ષને ક્યારેય ભૂલી ના શકાય તેવા વર્ષમાં તબ્દીલ કરી દીધું છે. મહામારી વચ્ચે કેટલીય ઘટનાઓ એવી પણ હતી જેણે આખી દુનિયાની દંગ કરી દીધી. જેમાંની કેટલીક ખાસ ઘટનાઓમાં એક હતું ઈઝરાયેલ અને યૂનાઈટેડ અરબ અમીરાત વચ્ચે થયેલ શાંતિ સમજૂતી. આ સમજૂતીમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા મહત્વની રહી, ત્યાં સુધી કે તેમને વર્ષ 2020ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ પણ કરી દેવામાં આવ્યા હતા. બંને જ ઘટનાઓ ઘણી ઐતિહાસિક હતી. જાણો વર્ષ 2020ની આ ચોંકાવનારી ઘટના વિશે..
ઈઝરાયેલને માન્યતા આપનાર ત્રીજો અરબ
દેશ ઈઝરાયેલ અને યૂએઈ વચ્ચે થયેલ આ શાંતિ સમજૂતીમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા રહી છે. બંને દેશ વચ્ચે આ સમજૂતીને મીડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સમજૂતી બાદ બંને દેશ વચ્ચે પૂર્ણ રાજનાયિક સંબંધ સ્થાપિત થઈ શકશે. સાથે જ બંને દેશ 72 વર્ષ જૂની દુશ્મનાવટ ભૂલાવી આગળ વધી શકશે. ઈઝરાયેલ સાથે સક્રિય રાજનાયિક સંબંધ સ્થાપિત કરનાર યૂએઈ પહેલો ખાડી દેશ અને ત્રીજો અરબ દેશ છે. અગાઉ ઈજિપ્તે વર્ષ 1979 અને જોર્ડને 1994માં ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતી કરી હતી. આ વાત પણ ધ્યાને દોરવા જેવી છે કે ઈઝરાયેલ અને યૂએઈ, બંને જ અમેરિકા માટે ઘણા મહત્વના છે. 13 ઓગસ્ટ 2020ના રોજ ઈઝરાયેલ અને યૂએઈ શાંતિ સમજૂતી માટે રાજી થયા હતા.
વેસ્ટ બેંક પર પોતાનું નિયંત્રણ છોડશે ઈઝરાયેલ
Flashback 2020: CAA અને લૉકડાઉનથી લઈ ખેડૂત આંદોલન સુધી દેશના તમામ રાજનૈતિક ઘટનાક્રમ
15 સપ્ટેમ્બરે સમજૂતી પર સાઈન થતાં જ યૂએઈ અને ઈઝરાયેલ વચ્ચે ઔપચારિક રાજનાયિક સંબંધ સ્થાપિત થશે. સમજૂતી અંતર્ગત ઈઝરાયેલ આ વાત પર રાજી થયું કે તે વેસ્ટ બેંકના ભાગ પર કૉલોની બનાવવાની પોતાની યોજના પર વિરામ લગવી દેશે. વેસ્ટ બેંક, ઈઝરાયેલ અને જોર્ડન વચ્ચે સ્થિત છે. વેસ્ટ બેંકનું એક મહત્વનું શહેર છે રામલ્લાહ જે ફિલીસ્તીનની રાજધાની છે. ઈઝરાયલે વર્ષ 1967માં છ દિવસ સુધી ચાલેલ અરબ-ઈઝરાયેલ વૉર બાદ આ ભાગને પોતાના નિયંત્રણમાં લઈ લીધો. જે બાદ અહીં પર તેણે પોતાની સોસાયટી બનાવી હતી. અમેરિકા, યૂએઈ અને ઈઝરાયેલ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સમજૂતી અંતર્ગત બંને દેશ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ, સુરક્ષા, એનર્જી, ટૂરિઝ્મ અને મેડિકલ જેવા મહત્વના બિંદુઓ પર હસ્તાક્ષર થશે. પાછલા દિવસોમાં ઈઝરાયલ અને યૂએઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત પણ થઈ ગઈ છે.