સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, કહ્યું- કોઈ નિર્માણ અને વિધ્વંસ ના થવું જોઈએ
નવી દિલ્હીઃ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાનો મામલો પહેલેથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, જે સંબંધિત કેટલીય અરજીઓ પર સોમવારે એક સાથે સુનાવણી થઈ. કેન્દ્ર સરકારે જેવી રીતે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો, તેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. સાથે જ કેટલાય મહત્વના નિર્દેશ આપ્યા. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કેટલાય હાઈટેક સરકારી ઈમારતોનું નિર્માણ થશે. વિપક્ષ પણ આને ખોટા ખર્ચા જણાવી ચૂકી છે.
સુનાવણી દરમ્યાન અરજદાર સતત આ પ્રોજેક્ટ પર રોક લગાવવાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે લુટિયન ક્ષેત્રમાં 86 એકર જમીનની આ યોજના અંતર્ગત લાવવામાં આવશે. એવામાં લોકો ખુલ્લી અને હરિયાળી વાળી જગ્યાથી વંચિત થઈ જશે. સાથે જ અસંખ્ય વૃક્ષો પણ કપાશે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર શરૂઆતથી જ કોર્ટને કહેતી આવી રહી છે કે આ પ્રોજેક્ટ નવી સંસદ અને સરકારી ઑફિસ માટે છે, એવામાં કોઈને આના પર વાંધો ના હોવો જોઈએ. સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઈ નિર્માણ, વિધ્વંસ કે વૃક્ષોની કાપણી નહિ થાય.
ઉલ્લેખનીય છે કે અંગ્રેજોએ ભારતીય સંસદ ભવનનું નિર્માણ કરાવ્યું હતું, જેનું ઉદ્ઘાટન 1927માં થયું. આ ઈમારત 7 વર્ષ બાદ પોતાના 100 વર્ષ પૂરાં કરી લેશે. સાથે જ વર્તમાન જરૂરતના હિસાબે આ બિલ્ડિંગમાં કેટલીય સુવિધાઓ નથી. એવામાં કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સંસદ અને નવાં કાર્યાલયોનું નિર્માણ કરવામાં આવશે. નવી બિલ્ડિંગ 250 વર્ષ સુધી ચાલે તેવી અપેક્ષા સેવવામા આવી રહી છે. નવી ઈમારત ઉપરાંત કેન્દ્રીય સચિવાલય, રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ સહિત ત્રણ કિલોમીટરના વિસ્તારને નવો લુક પણ આપવામાં આવશે.
અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો, કહ્યું- 'અમે ખેડૂતો સાથે’