Farmers Protest: ખેડૂત નેતાઓએ કહ્યુ - હવે વધુ વાતચીત નહિ, સરકાર જણાવે પોતાનો નિર્ણય
નવી દિલ્લીઃ ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. ખેડૂતો મોદી સરકારને નવા કાયદા પાછા લેવાની માંગ કરી રહ્યા છે. પહેલા સરકારે તેમાં સુધારાનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને ખેડૂતોએ ઠુકરાવી દીધો. ત્યારબાદ શનિવારે ફરીથી ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં પાંચમાં દોરની વાતચીત થઈ. આ દરમિયાન ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકારને છેલ્લી બેઠકનો એક લેખિત મુદ્દાસર જવાબ આપવા કહ્યુ જેના પર કેન્દ્રીય કૃષિ મંત્રીએ હામી ભરી દીધી છે. વળી, આ વખતે પણ ખેડૂત નેતાઓએ સરકારનુ લંચ ઠુકરાવી દીધુ અને જમીન બેસીને જમ્યા.
વિજ્ઞાન ભવનમાં થયેલી બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પિયુષ ગોયલ સહિત ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ કે તેમને સમાધાન અને પ્રતિબદ્ધતાની જરૂર છે. તે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે આગળ વાતચીત કરવા નથી માંગતા. સાથે એ જાણવા માંગે છે કે સરકારે ખેડૂતોની માંગ પર શું નિર્ણય લીધો છે. તેમણે બેઠકમાં વચ્ચે જ કહી દીધુ કે જો સરકાર તેમની માંગો પર કોઈ નિર્ણય નહિ લે તો તે ઉઠીને બહાર જતા રહેશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બેઠકમાં ખેડૂત નેતાઓએ કહ્યુ કે અમારી પાસે એક વર્ષ સુધીની સામગ્રી છે. અમે છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર છે. જો સરકાર ઈચ્છતી હોય કે અમે રસ્તા પર રહીએ તો અમને કોઈ વાંધો નથી. અમે અહિંસાનો રસ્તો નહિ અપનાવીએ. ખેડૂતોએ આગળ કહ્યુ કે અમે પ્રદર્શન સ્થળ પર શું કરી રહ્યા છે એ વાત તમને ઈન્ટેલીજન્સ બ્યૂરોના અધિકારીઓ જણાવતા રહેશે. વળી, ખેડૂત નેતાઓએ બેઠકમાં કેનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને નિવેદનનો પણ હવાલો આપ્યો. તેમણે કહ્યુ કે કેનેડામાં નવા કૃષિ કાયદા પર ચર્ચા થઈ રહી છે પરંતુ ભારત સરકાર આના પર ચર્ચા કરવા માટે તૈયાર નથી.
કૃષિ મંત્રીએ કરી અપીલ
બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી શું નિર્ણય થયો તેના પર કોઈ અધિકૃત નિવેદન તો જારી નથી થયુ પરંતુ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત નેતાઓને એક અપીલ કરી છે. તેમણે કહ્યુ કે દેશમાં કોરોના મહામારી ફેલાયેલી છે એવામાં હું નિવેદન કરુ છુ કે બાળકો અને વૃદ્ધો લોકો પ્રદર્શન સ્થળ છોડીને પોતાના ઘરે જતા રહે.
Pics: ખેડૂતોએ ફરી ઠુકરાવ્યુ સરકારનુ લંચ, જમીન પર બેસી જમ્યા