8 ફેબ્રુઆરી, 2021 સુધી ના માની આ શરત, તો ડિલીટ કરવુ પડશે તમારુ વૉટ્સએપ અકાઉન્ટ
નવી દિલ્લીઃ જો તમે વૉટ્સએપ યુઝર હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે કારણકે નવા વર્ષથી વૉટ્સએપ સર્વિસના નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફાર 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે. જો તમે આ ફેરફારને મંજૂરી નહિ આપો તો તમારે તમારુ એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વૉટ્સએપના નિયમોનો સ્વીકાર કર્યા બાદ જ તમે તેને યુઝ કરી શકશો નહિતર 8 ફેબ્રુઆરી 2021 બાદ તમે અકાઉન્ટ નહિ ચલાવી શકો.

શું છે નવી સર્વિસમાં
વૉટ્સએપ સાથે જોડાયેલી માહિતી આપનાર એક વેબસાઈટના રિપોર્ટ મુજબ આવતા વર્ષે આ મેસેજિંગ એપ પોતાની સર્વિસમાં ફેરફાર કરવા જઈ રહી છે. આમાં બે મુખ્ય શરતોનો સ્વીકાર કરવા માટે કહેવામાં આવશે. પહેલા વૉટ્સએપ તમારા ડેટાને કેવી રીતે પ્રોસેસ કરે છે. બીજુ બિઝનેસ માટે તમારી વૉટ્સએપ ચેટને સ્ટોર કરવા અને પ્રબંધિત કરવા માટે ફેસબુક દ્વારા હોસ્ટ કરવામાં આવેલી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે.

આ રીતે કરવાનો સ્વીકાર
આ શરતોની નીચે એગ્રીનુ બટન હશે જેને પ્રેસ કર્યા બાદ જ તમે તમારુ અકાઉન્ટ ચલાવી શકશો. જો તમે તેનો સ્વીકાર નહિ કરો તો તમારી પાસે પોતાના અકાઉન્ટને ડિલીટ કરવાનો વિકલ્પ આવશે. આવનારા સપ્તાહમાં આ નવી શરતોની ઘોષણા કરવામાં આવશે.

Whatsapp પર OTP સ્કેમથી દહેશત
વૉટ્સએપ ઓટીપી સ્કેમમાં હેકર્સ તમારા દોસ્તના અકાઉન્ટને હેક કરીને તમને ઘણા બધા મેસેજ કરે છે. આ દરમિયાન હેકર્સ તરફથી તમને એક ઓટીપી મોકલવામાં આવશે. પછી હેકર્સ દાવો કરશે કે તો ઓટીપી ભૂલથી તમને ફૉરવર્ડ થઈ ગયો છે. ત્યારબાદ હેકર્સ તમને તમારા નંબર પર આવેલ મેસેજને શેર કરવાનુ કહેશે. આ રીતે જેવો તમે ઓટીપી શેર કરશો, તો હેકર્સ તમારા વૉટ્સએપ અકાઉન્ટને લૉક કરી દેશે અને તમારા વૉટ્સએપ અકાઉન્ટ પર સંપૂર્ણપણે હેકર્સનો કંટ્રોલ થઈ જશે. ત્યારબાદ હેકર્સ તમારી સીથે બેંકિંગ કૌભાંડને અંજામ આપી શકે છે. આ ઉપરાંત હેકર્સ તમારી પાસે નાણાકીય માંગ પણ કરી શકે છે.
ખેડૂત નેતાઓએ કહ્યુ - હવે નથી કરવી વાત, સરકાર જણાવે નિર્ણય