Pics: ખેડૂતોએ ફરીથી ઠુકરાવ્યુ સરકારનુ લંચ, જમીન પર બેસીને જમ્યા
નવી દિલ્લીઃ કૃષિ કાયદાના મુદ્દે વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે આજે પાંચમાં દોરની વાતચીત ચાલી રહી છે. સિંધુ બૉર્ડર હોય કે પછી નોઈડા પાસે ચિલ્લા બૉર્ડર, ખેડૂતો રસ્તો જામ કરીને બેઠા છે. ખેડૂત આંદોલસ રોજ વિશાળ સ્વરૂપ લઈ રહ્યુ છે. આ દરમિયાન શનિવારે પાંચમાં દોરની બેઠક ચાલી રહી છે. બેઠક દરમિયાન વિજ્ઞાન ભવનમાંથી એક મહત્વના ફોટા સામે આવ્યા છે. વાતચીતમાં ભાગ લઈ રહેલ ખેડૂતો માટે એક ગાડી ભોજન લઈને વિજ્ઞાન ભવન પહોંચી.

ખેડૂતો માટે વિજ્ઞાન ભવન પહોંચ્યુ ભોજન
શનિવારે બપોરે લગભગ 2 વાગ્યા આસપાસ કાર સેવા લખેલી એક ગાડી વિજ્ઞાન ભવન પહોંચી. જેમાં ખેડૂતો માટે જમવાનુ લાવવામાં આવ્યુ હતુ. ગાડી સાથે આવેલા એક યુવક ભોજન લઈને વિજ્ઞાન ભવનની અંદર પહોંચ્યો. આનાથી એક વાત સ્પષ્ટ છે કે ખેડૂતો ગઈ વખતની જેમ આ વખતે પણ સરકારનુ લંચ જમવાનો ઈનકાર કરી દીધો છે. આ પહેલા 3 ડિસેમ્બરે થયેલી ચોથી દોરની વાતચીત દરમિયાન પણ ખેડૂતોએ સરકાર તરફથી આપવામાં આવેલ ભોજન ઠુકરાવી દીધુ હતુ અને પોતાની સાથે લઈને આવેલ ભોજન જમ્યા હતા.

ખેડૂતો જમીન પર બેસીને જમ્યા
સરકાર અને ખેડૂત નેતાઓની બેઠકમાં 15 મિનિટનો ટી બ્રેક થયો. જેમાં ગઈ વખતની જેમ આ વખતે પણ ખેડૂતોએ જમીન પર બેસીને જમ્યા. આ દરમિયાન ઘણા ફોટો અને વીડિયો સામે આવ્યા જેમાં ખેડૂતો વારાફથી ભોજન લઈને ત્યાં જમીન પર બેસીને જમતા દેખાઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો મુજબ સરકાર ખેડૂતોને લઘુત્તમ ટેકાના મૂલ્ય(MSP) ચાલુ રાખવાની લેખિત ગેરેન્ટી આપવા અને કૃષિ બિલેનો જે પ્રોવિઝન્સ પર ખેડૂતોને વાંધો છે તેમાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. પરંતુ ખેડૂતો ત્રણે કાયદા પાછા લેવાની માંગ પર અડગ છે. ખેડૂતોએ મીટિંગ પહેલા કહ્યુ કે સરકાર વારંવાર તારીખ આપી રહી છે. એવામાં બધા સંગઠનોએ નિર્ણય લીધો છે કે આજે વાતચીતનો છેલ્લો દિવસ છે.

8 ડિસેમ્બરે ભારત બંધનુ એલાન
સિંઘુ સરહદ પર મીડિયા સાથે વાત કરતા ભારતીય કિસાન સંઘ (બીકેયુ-લખોવાલ) ના મહાસચિવએ કહ્યુ કે ગઈકાલે (ગુરુવારે) અમે સરકારને સ્પષ્ટ કહ્યુ હતુ કે વહેલી તકે કૃષિ કાયદાને પાછો ખેંચી લે. આ સાથે 5 ડિસેમ્બરે તેઓ દેશભરમાં પીએમ મોદીને પુતળા દહન કરશે. આ પછી, 8 ડિસેમ્બરે તેમણે ભારત બંધનું આહવાન કર્યું હતું. તે જ સમયે, અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી, હન્નાન મૌલાએ કહ્યું કે આપણે આ વિરોધને આગળ વધારવાની જરૂર છે. જ્યાં સુધી મોદી સરકાર કૃષિ કાયદો પાછો નહી ખેંચે ત્યાં સુધી અમે પ્રદર્શન કરીશુ.
દિલ્લીમાં 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનુ ભૂમિ પૂજન કરશે PM મોદી