અનિલ વિજના કોરોના સંક્રમિત હોવા પર ભારત બાયોટેકે આપી સફાઈ
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે ભારતને મોટી આશા બાયોટેકની કોવિડ-19 વેક્સીન કોવેક્સીન(COVAXINE) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ વૉલેંટિયર તરીકે ભારત બાયોટેક કોવિડ-19 વેક્સીનની રસી લગાવનાર હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. શનિવારે તેમણે ખુદ ટ્વિટ કરીને પોતાના સંક્રમિત હોવાની માહિતી આપી છે. અનિલ વિજના કોરોના સંક્રમિત થયા બાદ હવે ભારત બાયોટેકે પોતાની વેક્સીન વિશે સફાઈ આપી છે. કંપનીએ કહ્યુ છે કે તે COVAXINE વેક્સીનના બે ડોઝ બાદ જ કોરોના વાયરસ સામે કારગર સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસો પર બ્રેક નથી લાગી રહી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ આજે એટલે કે શનિવારે દેશભરમાં કુલ 36652 નવા કેસ સામે આવ્યા જેમાંથી એક હરિયાણાા આરોગ્ય મંત્રી અનિલ વિજ પણ છે. અનિલ વિજના કોરોના સંક્રમિત થવાથી લોકો એ કારણે પણ આશ્ચર્યમાં છે કારણકે થોડા દિવસ પહેલા જ તેમને COVAXINE વેક્સીનની ટ્રાયલમાં વૉલેંટિયર તરીકે પહેલી રસી લગાવી હતી. આ દરમિયાન એ સમાચાર ઘણા છવાયેલા રહ્યા પણ હતા. અનિલ વિજના કોરોના સંક્રમિત થયા બાદ ભારત બાયોટેકની વેક્સીન પર પણ સવાલ ઉભા થવા લાગ્યા છે.
આ દરમિયાન ભારત બાયોટેક તરફથી નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે આરોગ્ય મંત્રી અનિલ વિજને રસી લગાવવા છતાં કોરોના સંક્રમિત થવાનુ કારણ જણાવ્યુ છે. કોવેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ ડોઝ લેનાર હરિયાણાના આરોગ્ય મંત્રીના કોરોના હોવા પર ભારત બાયોટેકે સફાઈ આપીને કહ્યુ કે COVAXINE વેક્સીન 2 ડોઝ બાદ જ પ્રભાવકારી હોય છે. માનવ શરીરમાં આ કોરોના વાયરસ સામે રસીકરણના 14 દિવસો બાદ અસર દેખાય છે. COVAXINEને બે ડોઝ બાદ અસર દેખાવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારત બાયોટેકે આગળ જણાવ્યુ કે ત્રીજા ફેઝની ટ્રાયલ રેંડમ છે. આમાં શામેલ 50 ટકા લોકોને પ્લાસીબો(દવાના ભ્રમમાં કોઈ સામાન્ય પદાર્થ) અને 50 ટકા લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
Covaxin clinical trials are based on a 2-dose schedule, given 28 days apart. The vaccine efficacy will be determined 14 days post the 2nd dose. Covaxin has been designed to be efficacious when subjects receive both doses: Bharat Biotech https://t.co/eT5YybkoLl
— ANI (@ANI) December 5, 2020