નોકરી કૌભાંડના આરોપી ધારાસભ્ય પ્રદીપ પાણિગ્રહીની ધરપકડ, 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા
જનવિરોધી ગતિવિધિઓના આરોપમાં સત્તારૂઢ બીજૂ જનતા દળથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય પ્રદીપ પાણિગ્રહીની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી લીધી છે. પ્રદીપ પાણિગ્રહી ઓરિસ્સાના ગોપાલપુરથી ધારાસભ્ય છે. નોકરી અપાવવાનો વાયદો કરી લોકો પાસે ઠગાઈ કરી હોવાના આરોપમાં તેમના પર કાર્યવાહી કરવામાં વી છે. ગુરુવારે ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે.
જાણકારી મુજબ ક્રાઈમ બ્રાંચે કોઈપણ પૂર્વ સૂચના વિના પ્રદીપ પાણિગ્રહીને તેમના ઘરેથી ઉઠાવી લીધા અને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા. પોલીસે કહ્યું કે, તેમણે ગંજામ જિલ્લામાં બેરોજગાર યુવાનો પાસેથી ગેરકાયદેસર વસૂલી સંબંધિત કૌભાંડ મામલે પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.
બાદમાં ધારાસભ્ય પ્રદીપ પાણિગ્રહીને સબ ડિવિઝનલ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી, સાથે જ તેમને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીજૂ જનતા દળે રવિવારે પ્રદીપ પાણિગ્રહીને પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા. તેમના પર જનવિરોધી કામ કરવાનો આરોપ લાગ્યો છે. તપાસ બાદ સસ્પેન્ડ કરવાનો ફેસલો પાર્ટી અધ્યક્ષ નવીન પટનાયકે લીધો છે.
ઓરિસ્સા સરકારે આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ કર્યું