વેક્સીન પર ચર્ચા કે ફરીથી લૉકડાઉન? PM મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
નવી દિલ્લીઃ PM Narendra Modi all-party meeting today on COVID-19: દેશમાં ચાલી રહેલ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (શુક્રવાર 4 ડિસેમ્બર) સર્વપક્ષીય બેઠક થશે. આ સર્વપક્ષીય બેઠકમાં આજે પીએમ મોદી દેશના નેતાઓ સાથે કોરોના વેક્સીન કે પછી લૉકડાઉન લગાવવામાં આવે કે નહિ, તેના પર ચર્ચા કરશે. અસલમાં દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોના વેક્સીન વિતરણની યોજનાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. રિપોર્ટ મુજબ બેઠક શુક્રવારે સવારે 10.30 વાગે થશે.
રિપોર્ટ મુજબ લોકસભા અને રાજ્યસભાના બધા દળોના ફ્લોર નેતા શુક્રવારે સવારે 10.30 વાગ્યાથી બેઠકમાં ભાગ લેશે. વિશેષ રીતે સંસદીય કાર્ય મંત્રાલય બેઠકનુ સમન્વય કરી રહ્યુ છે. કોરોના મહામારીના કારણે બેઠકને વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવી રહી છે. આ સર્વપક્ષીય બેઠક એવા સમયમાં થઈ રહી છે જ્યારે દિલ્લીમાં બૉર્ડર પર ખેડૂતોનો 3 કૃષિ કાયદા સામે વિરોધ ચાલુ છે. જો કે બેઠકમાં આ અંગે ચર્ચા નહિ થાય.
બેઠકમાં આ મંત્રીઓ ભાગ લેશે
વિવિધ પક્ષોના સભ્યો ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી પણ બેઠકમાં ભાગ લેશે. કેન્દ્ર સરકાર સાંસદોને મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે. પીએમ મોદી દ્વારા મહામારીના પ્રકોપ બાદથી કોવિડ-19 સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી આ બીજી સર્વપક્ષીય બેઠક હશે. આ પહેલા લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલે પહેલી બેઠક આયોજિત કરવામાં આવી હતી.
સર્વપક્ષીય બેઠકમાં કયા કયા નેતા થશે શામેલ
કોંગ્રેસના અધીર રંજન અને ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ બ્રાયન, વાયએસઆર કોંગ્રેસના મિથુન રેડ્ડી અને વિજયારાઈ રેડ્ડી, AIMIMના ઈમ્તિયાઝ જલીલ, AIADMKના નવનીત કૃષ્ણન, લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, બીજુ જનતા દળના ચંદ્રશેખર સાહૂ, શિવસેનાના વિનાયક રાઉત, જેડીયુના આરસીપી સિંહ, DMKના ટીઆરક બાલુ અને તિરુચિ શિવા, એનસીપીના શરદ પવાર, જેડીએસના એચડી દેવગૌડા, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, બસપાના સતીશ મિશ્રા, આપના સંજય સિંહ, ટીઆરએસના નામ નાગશ્વર રાવ, ટીડીપીના જય ગલ્લા, અકાલી દળના સુખબીર બાદલ શામેલ થશે.