તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામુ, GHMC ચૂંટણીમાં મળી માત્ર 2 સીટ
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ની ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી. એન ઉત્તમકુમાર રેડ્ડીએ પાર્ટીની નારાજગી બાદ તેલંગણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. જો કે રાજીનામું આપવાનું કારણ આપવામાં આવ્યું નથી.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું. ચૂંટણીમાં પાર્ટીએ માત્ર 2 બેઠકો પર જીત મેળવી છે. પાર્ટીના નબળા પ્રદર્શન બાદ એન ઉત્તમકુમાર રેડ્ડીએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતાં રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે અને પાર્ટી હાઈકમાન્ડ જલ્દીથી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે કોઈની નિમણૂક કરે તેવું ઇચ્છે છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકો જીતનાર ભાજપને આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં 46 બેઠકો મળી છે. નિષ્ણાંતોના મતે ભાજપ માટે આ વિજય હૈદરાબાદનો કિલ્લો જીતવા જેવો છે. જીએચએમસીની ચૂંટણીમાં શાસક ટીઆરએસ પાસે 56 બેઠકો છે. જ્યારે ઓવૈસીની પાર્ટી એઆઈઆઈઆઈએમમે 43 બેઠકો જીતી લીધી છે.
કૃષિ કાયદાનો વિરોધ: ખેડૂતોએ 8 ડિસેમ્બરે કર્યુ ભારત બંધનું એલાન, પીએમના પુતળાઓનું કરાશે દહન