MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનુ 98 વર્ષની વયે નિધન
નવી દિલ્લીઃ એમડીએચ(મહાશિયા દી હટ્ટી) મસાલાના માલિક મહાશય ધર્મપાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 98 વર્ષના મહાશય ધર્મપાલે ગુરુવારે સવારે લગભગ 5.30 વાગે દિલ્લીની માતા ચાનન દેવી હોસ્પ્ટલમાં અંતિમ શ્વાસ લીધા. 'મસાલાના કિંગ' નામથી જાણીતા મહાશય ધર્મપાલ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. 1923માં પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા મહાશય ધર્મપાલ 1947માં દેશના ભાગલા વખતે ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્લીના કરોલ બાગ વિસ્તારમાં પોતાની મસાલાની દુકાન ખોલી અને ધીમે ધીમે તેમની એમડીએચ બ્રાંડ આખી દુનિયામાં છવાઈ ગઈ.
ધર્મપાલ ગુલાટીને 'દાદાજી' અને 'મહાશયજી'ના નામથી પણ બોલાવવામાં આવતા હતા. મસાલાનો વેપાર તેમના પિતાએ સિયાલકોટમાં શરૂ કર્યો હતો. જેને બાદમાં ધર્મપાલ ગુલાટીએ સંભાળ્યો. તેમના યોગદાન માટે ધર્મપાલ ગુલાટીને 2019માં રાષ્ટ્રપતિ કોવિંદે પદ્મભૂષણ અવૉર્ડથી પણ સમ્માનિત કર્યા હતા.
આજે અમિત શાહને મળશે પંજાબ CM, હરસિમરતે કહ્યુ બંનેની સાંઠગાંઠ