હરિયાણાના સીએમ આવાસ બહાર યુથ કોંગ્રેસનું પ્રદર્શન, મુખ્યમંત્રી પાસે માફીની માંગ
ચંદીગઢઃ કેન્દ્ર સરકારના કૃષિ કાનૂન વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. કાલે ખેડૂત અને કેન્દ્ર સરકારની વાતચીત થઈ હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જ્યારે બીજી તરફ ચંદીગઢમાં પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરના ઘરનો ઘેરાવો કર્યો. પોલીસે તેમને હટાવવા માટે વૉટર કેનનો ઉપયોગ કર્યો. યુથ કોંગ્રેસના કાર્યકર્તા સીએમ ખટ્ટર પાસે માફીની માંગ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે પંજાબથી દિલ્હી જઈ રહેલ ખેડૂતોને રોકવા માટે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ખેડૂતો ઉપર વોટર કેનન અને ટિયર ગેસના ગોળા વરસાવ્યા હતા. જેમાં કેટલાક ખેડૂતો ઘાયલ થઈ ગયા હતા. જેને લઈ હવે કોંગ્રેસની યુવા એકમ પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચંદીગઢ સ્થિત સીએમ મનોહર લાલ ખટ્ટરના ઘરને ઘેરી લીધું છે, અને માફીની માંગ કરી છે.
ઘેરાવ કરવા પહોંચેલા પંજાબ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો. હજારોની સંખ્યામાં એકઠા થયેલ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓને કાબૂ કરવામાં પોલીસે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સીએમ એમએલ ખટ્ટરના આવાસનો ઘેરાવો કરી રહેલા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધા. જ્યારે બીજી તરફ બુધવારે કૃશિ કાનૂનને લઈ ચાલુ ગતિરોધ દૂર કરવા માટે બુધવારે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં બેઠક ચાલુ છે.
બેંકની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામના વિકાસને નવી દિશા આપી
કૃષિ કાનૂન વિરુદ્ધ સિંધુ બોર્ડર અને દિલ્હી- યુપી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારી ખેડૂતોએ કહ્યું કે અમારી માંગ છે કે કૃષિ કાનૂન રદ્દ કરવામાં આવે અને MSP પર સરકાર વાત કરે. રાજ્ય જલદી જ આ કાનૂનને રદ્દ કરે નહિતો અમે દિલ્હીના તમામ હાઈવે જામ કરી દેશું. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી દિલ્હી- નોઈડાની ચિલ્લા બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. જે બાદ એક્સપ્રેસ વે પર લાંબો ઝામ લાગ્યો છે. નોઈડાથી મયૂર વિહાર અને ગાઝિયાબાદ જતા રસ્તાઓ પર પણ ભારે જામ લાગ્યો છે.