US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના એટોર્ની નજરલે ધાંધલીની વાત નકારી
વૉશિંગ્ટનઃ અમેરિકાના એટોર્ની જનરલ કે જેઓ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ્ ટ્રમ્પના નજીકના છે, તેમણે આ વાતથી ઈનકાર કરી દીધો કે 3 નવેમ્બરે ચૂંટણીમાં કોઈ ગડબડ નથી થઈ અને ચૂંટણીમાં ધાંધલીના કોઈ સબૂત નથી મળ્યાં. 3 નવેમ્બરે થયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં રિપબ્લિકન ટ્રમ્પને ડેમોક્રેટ જો બિડેનના હાથે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. બિડેનને જ્યાં 300થી વધુ ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ થયા ત્યાં જ ટ્રમ્પના ખાતામાં માત્ર 232 ઈલેક્ટોરલ વોટ્સ પર જ સિમટી ગયા. ટ્રમ્પ હંમેશા ધાંધલીનો દાવો કરતા રહ્યા પરંતુ એકેય સબૂત રજૂ ના કરી શક્યા.
તપાસમાં એકેય સબૂત ના મળ્યા
તેમના એટોર્ની જનરલ વિલિયમ બારે પણ મંગળવારે જણાવ્યું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ મામલે કોઈ સબૂત નથી મળ્યા જેથી ફ્રોડ થયું હોવાનું સાબિત નથી થતું. સાથે જ એવું કંઈપણ નથી થઈ શક્યું જેથી વર્ષ 2020ના પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામો બદલી શકાય. બારને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ટ્રમ્પ બિડેન સામે હાર્યા હોવાનું સ્વીકારવા તૈયાર નથી. ન્યૂજ એજન્સી એપીને આપેલ ઈન્ટર્વ્યૂમાં બારે કહ્યું કે યએસ એટોર્નીજ અને એફબીઆઈના એજન્ટ્સ હરેક જાણકારી અને ફરિયાદની તપાસ કરવામાં લાગ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઠોસ સબૂત નથી મળ્યાં. બારના શબ્દોમાં, 'આજની તારીખમાં અમને એકેય સ્તરે દગો જોવા નથી મળ્યો જેનાથી ચૂંટણીના પરિણામમાં કોઈ અંતર આવી શકે.'
જો બિડેનના પગમાં ફ્રેક્ચર થયો, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- Get Well Soon
બારે દગાબાજીની આશંકા જતાવી હતી
વિલિયમ બારની ટિપ્પણી બહુ મહત્વની છે. ચૂંટણી પહેલાં વિલિયમ બારે વારંવાર ધાંધલી થઈ હોવાની વાત કરી હતી. કોરોના વાયરસના સમયે અમેરિકી નાગરિકો જ્યારે વોટ નાખવાથી બચશે તો તેઓ મેઈલ દ્વારા જ પોતાનો વોટ નાખવામાં વિશ્વાસ કરશે. જ્યારે બીજી તરફ વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પાર્ટીમાં ટ્રમ્પે કહ્યું, 'આ નિશ્ચિત રીતે એક અસાધારણ વર્ષ હતું. અમે ચૂંટણી જીતી પરંતુ આ પસંદ ના આવ્યું.' ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં રિસેપ્શન પર આવેલ મહેમાનોને કહ્યું, 'આ બહુ સારાં ચાર વર્ષ રહ્યાં છે.' પાર્ટીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના સભ્યોની સંખ્યા ઘણી વધુ હતી. ટ્રમ્પે આગળ કહ્યું, 'અમે કોશિશ કરી રહ્યા છીએ કે અમને વધુ ચાર વર્ષ મળી જાય. નહિતર હું તમને બધાને આગલા ચાર વર્ષ બાદ મળીશ.'