ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા પૂર્વ ખેલાડી, રાષ્ટ્રપતિ સામે જઈને પાછા આપશે અવૉર્ડ
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલ ખેડૂતોને પંજાબના પૂર્વ ખેલાડીઓ અને કોચોનો પણ સાથે મળી ગયો છે. મંગળવારે પદ્મશ્રી અને અર્જૂન અવૉર્ડ જેવા પુરસ્કારોથી સમ્માનિત ઘણા પૂર્વ ખેલાડીઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારના વલણની ટીકા કરી છે. આ પૂર્વ ખેલાડીઓએ એલાન કર્યુ છે કે જો ખેડૂતોની માંગો ન માનવામાં આવી તો લગભગ 150 લોકો પાંચ ડિસેમ્બરે પોતાના અવૉર્ડ અને મેડલ રાષ્ટ્રપતિ ભવન સામે મૂકી દેશે અને ખે઼ડૂતો સાથે આંદોલનમાં બેસી જશે.
મંગળવારે જાલંધરમાં પદ્મશ્રી અને અર્જૂન અવૉર્ડ વિજેતા પહેલવાન કરતાર સિંહ, અર્જૂન અવૉર્ડથી સમ્માનિત ખેલાડી સજ્જ સિંહ ચીમા, અર્જૂન અવૉર્ડથી સમ્માનિત હૉકી ખેલાડી રાજબીર કૌરે પ્રેસ વાર્ચામાં આ માહિતી આપી છે. આ ખેલાડીઓએ હરિયાણા અને કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ટીકા કરીને કહ્યુ કે ખેડૂતો સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે એલાન કર્યુ કે પાંચ ડિસેમ્બરે તે દિલ્લી જશે અને રાષ્ટ્રપતિ ભવનની બહાર પોતાના પુરસ્કાર રાખશે. લગભગ 150 લોકો અવૉર્ડ પાછા આપશે.
પૂર્વ હૉકી ખેલાડી ચીમાએ મીડિયાને કહ્યુ કે છેલ્લા ઘણા મહિનાઓથી ખેડ઼ૂતો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે. હિંસાની એક પણ ઘટના આ દરમિયાન થઈ નથી પરંતુ જ્યારે તે દિલ્લી જઈ રહ્યા હતા ત્યારે તેમની અશ્રુ ગેસનો ઉપયોગ થયો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો. અમારા વડીલો સાથે આવો વ્યવહાર થશે અને તેમનુ અપમાન કરવામાં આવતુ હોય તો અમારા સમ્માનનો કોઈ અર્થ નથી. અમે અમારા ખેડૂત ભાઈઓના સમર્થનમાં પોતાના અવૉર્ડ પાછા આપી દઈશુ.
ખેડૂતો પાંચ મહિનાથી કરી રહ્યા છે આંદોલન
કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદ, અનુબંધ ખેતીને મંજૂરી આપના અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા સહિત ઘણી જોગવાઈ કરવામાં આવી છે. આ વિશે ખેડૂતો જૂનથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ હાલમાં જ દિલ્લી ચલોનો નારો આપ્યો છે. ત્યારબાદ 26 નવેમ્બરે ખેડૂતો પંજાબ હરિયાણાથી દિલ્લી તરફ કૂચ કર્યુ. હાલમાં ખેડૂતો સિંધુ બૉર્ડર પર ડટેલા છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે વાતચીત પણ થઈ રહી છે પરંતુ હજુ કોઈ પરિણામ નીકળતુ દેખાઈ રહ્યુ નથી. ખેડૂતોનુ કહેવુ છે કે સરકાર જમીનો અને મંડી સિસ્ટમને મોટા વેપારીઓને સોંપી રહી છે, જે આપણને બરબાર કરી દેશે. એવામાં તેને તરત પાછા લેવામાં આવે.