સીરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સીન પર વૉલંટિયરે કહ્યુ - મને થતી તકલીફો બાદ પણ તેમણે ટ્રાયલ ન રોકી
નવી દિલ્લીઃ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની સંભવિત કોરોના વાયરસ વેક્સીન કોવિશીલ્ડને હાલમાં જ ચેન્નઈના રહેવાસી એક વૉલંટિયરે યોગ્ય નહોતી ગણાવી. પરીક્ષણમાં શામેલ થયેલ આ વ્યક્તિનુ કહેવુ હતુ કે વેક્સીન બાદ તેને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો એવામાં કંપનીએ આ વેક્સીનનુ પરીક્ષણ તરત જ રોકી દેવુ જોઈએ અને તેને થઈ રહેલી તકલીફોની તપાસ કરવી જોઈએ. જો કે કંપનીએ આ બધા આરોપોને ફગાવી દીધા અને કહ્યુ કે વેક્સીન એકદમ સુરક્ષિત છે.

વૉલંટિયર - મને તે બાદથી ઘણી તકલીફો થઈ રહી છે
ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં આ વૉલંટિયરે કહ્યુ, 'મને એ બાદથી ઘણી તકલીફો થઈ રહી છે તેમછતાં એ વૉલંટિયર્સને વેક્સીન લગાવી રહ્યા છે. મારી પત્નીએ અનુરોધ કર્યો કે પરીક્ષણને રોકવુ જોઈએ કારણકે આનાથી પ્રતિકૂળ પ્રભાવ જોવા મળી રહ્યા છે.' વૉલંટિયરનુ કહેવુ છે કે એ વાતની તપાસ થવી જોઈએ કે તેને થતી તકલીફોનુ કારણ વેક્સીન લેવાનુ છે કે પછી કંઈ બીજુ. વૉલંટિયરે કહ્યુ, 'આ પ્રોટોકૉલનો હિસ્સો છે. મારા પરિવારે માત્ર તપાસ કરાવવા માટે કહ્યુ છે કારણકે આ લોકોની સુરક્ષાનો પ્રોટોકૉલ છે. લોકો સ્વેચ્છાથી વેક્સીન લઈ રહ્યા છે તો એવામાં અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે વેક્સીનથી થતા દુ્ષ્પરિણામ છૂપાઈ ના શકે.'

5 કરોડ રૂપિયાનુ વળતર માંગ્યુ
તમને જણાવી દઈએ કે કોવિશીલ્ડ નામની વેક્સીનને ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ફર્માસ્યુટીકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને વિકસિત કરી છે. ભારતાં કોવિશીલ્ડના ફેઝ 2-3 ક્લિનિકલ પરીક્ષણને સીરમ સંસ્થાન ઑફ ઈન્ડિયા કરાવી રહી છે. ગયા સપ્તાહે આ પરીક્ષણમાં ભાગ લેનાર ચેન્નઈના વૉલંટિયરે કહ્યુ હતુ કે તેને વેક્સીનના કારણે ગંભીર પરિણામ સહિત અન્ય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ વૉલંટિયરે સીરમ ઈન્સ્ટીટ્યુટ અને અન્ય પાસે 5 કરોડ રૂપિયાનુ વળતર માંગ્યુ છે. જો કે કંપનીએ સ્પષ્ટ કહી દીધુ છે કે તે વેક્સીનના પરીક્ષણમાં બધી પ્રક્રિયાઓ અને દિશા-નિર્દેશોનુ પાલન કરી રહ્યા છે. સાથે જ કંપનીએ કહ્યુ કે વેક્સીનને ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકોને નહિ આપવામાં આવે જ્યાં સુધી એ સાબિત ન થઈ જાય કે તે સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે.

વૉલંટિયરે શું કહ્યુ?
પોતાના અનુભવને શેર કરીને ચેન્નઈના વૉલંટિયરે કહ્યુ કે તેણે 1 ઓક્ટોબરે વેક્સીન લીધી હતી. પરંતુ થોડા દિવસ બાદ તેના માથામાં દુઃખાવો થવા લાગ્યો અને જે પણ છેલ્લા 10 દિવસમાં તેની સાથે થયુ તેને તે યાદ નહોતો રાખી શકતો. વૉલંટિયરે કહ્યુ, 'મને યાદ નહોતી આવી રહ્યુ. જે પણ અત્યારે કહી રહ્યો છુ તે સેકન્ડ-હેન્ડ નૉલેજ છે, જે એ વાતો પર આધારિત છે, જે લોકોએ મારી સ્થિતિ વિશે કહ્યુ છે. હું કોઈને ઓળખી નહોતો શકતો. એ જ દિવસે મારા ઘરે એક ડૉક્ટર આવ્યા અને પછી એક એમ્બ્યુલન્સ મને હોસ્પિટલ લઈને ગઈ. મને આગલા દસ દિવસ સુધી કંઈ યાદ ન રહ્યુ. હું આઈસીયુમાં હતો. હું શોકમાં હતો અને મે પીડા સહન કરી છે. મને 10 દિવસ બાદ મારા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો.'

કંપનીએ શું કહ્યુ?
કંપનીનુ કહેવુ છે કે કોવિશીલ્ડ એકદમ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. ચેન્નાઈના વાલંટીયર સાથે જે કંઈ થયુ તે વેક્સીનના કારણે નથી થયુ. પરીક્ષણમાં બધા વિનિયામક, નૈતિક પ્રક્રિયાઓ અને દિશા-નિર્દેશોનુ પાલન કરવામાં આવ્યુ છે. ડીએસએમબી અને એથિક્સ કમિટીના પ્રિન્સિપલ ઈન્ટવેસ્ટીગેટરે પણ કહ્યુ છે કે આ મામલો વેક્સીન પરીક્ષણ સાથે સંબંધિત નથી. કંપનીની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. પ્રતિષ્ઠાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી હતી. સાથે જ કંપનીએ કહ્યુ કે આ આરોપો ખોટા છે અને કંપનીએ ભારે ભરખમ દંડ લગાવવા સુધીની ધમકી પણ આપી દીધી.
આયુષ અને હોમિયોપેથી ડૉક્ટર કોરોનાનો ઈલાજ ન કરી શકેઃ કેન્દ્ર