MiG-29Kના કાટમાળમાંથી ખુલ્યા રાઝ, વિમાનમાંથી નીકળવામાં સફળ થયા હતા ગાયબ પાયલટ
નવી દિલ્લીઃ નૌકાદળના દૂર્ઘટનાગ્રસ્ત વિમાન MIG-29Kના ગાયબ પાયલટ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. ગયા ગુરુવારે અરબ સાગરમાં થયેલ દૂર્ઘટના બાદથી પાયલટ ગુમ છે જેમની શોધ ચાલી રહી છે. વળી, ભારતીય નૌકાદળના MIG-29Kના કાટમાળમાંથી એક મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યુ છે કે દૂર્ઘટના પહેલા ગાયબ પાયલટ ખુદને વિમાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જો કે અત્યાર સુધી પાયલટ વિશે કંઈ જાણવા મળ્યુ નથી.
નૌકાદળે ફાઈટર પ્લેનનો કાટમાળ શોધી દીધો ત્યારબાદ આ વાત સામે આવી કે કમાંડર નિશાંત સિંહ ખુદને વિમાન દૂર્ઘટના પહેલા જેટ વિમાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. કમાંડર નિશાંત આ વિમાનમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે હાજર હતા. તેમના વિશે હજુ સુધી કોઈ સમાચાર નથી. કમાંડરની શોધ માટે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. હવા, તટીય વિસ્તારો અને આસપાસના સરફેસ પર ઉંડુ સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. હજુ સુધી કોઈ સારા સમાચાર નથી. ગાયબ પાયલટની શોધ માટે ગોવાના તટીય વિસ્તારોમાં માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સર્ચ ઑપરેશનમાં 9 યુદ્ધજહાજો અને 14 વિમાનોને લગાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે દૂર્ઘટનાગ્રસ્ત મિગ-29કે વિમાનનો અમુક કાટમાળ રવિવારે અરબ સાગરમાં મળ્યો ત્યારબાદ તપાસમાં આ વાત સામે આવી. વાસ્તવમાં વિમાનવાહક આઈએનએસ વિક્રમાદિત્યથી ગુરુવારે આ જેય વિમાને ઉડાન ભરી પરંતુ થોડી વાર બાદ દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દૂર્ઘટના બાદ એક પાયલટ મળી ગયો પરંતુ બીજો પાયલટ હજુ સુધી મળી શક્યો નથી.
Hyderabad GHMC Election: હૈદરાબાદમાં નગર નિગમની ચૂંટણી આજે