• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆપીએફ કેમ્પ પર થયો ગ્રેનેડથી હુમલો

|

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં મંગળવારે સાંજે સીઆરપીએફ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકીઓએ કેમ્પને નિશાન બનાવતાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. રાહતની વાત છે કે આ હુમલામાં કોઈ સૈનિક ઘાયલ થયો નથી. સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે 7 વાગ્યે બારામુલ્લાના સોપોર ખાતે સીઆરપીએફના 179 બટાલિયન કેમ્પ પર અજાણ્યા આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. કેમ્પ ગેટ પર જ ગ્રેનેડ ફૂટ્યો હતો. આ પછી, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને અજાણ્યા આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે.

હાલના સમયમાં ખીણમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા 19 નવેમ્બરના રોજ, નગરોટામાં સૈન્ય અને સુરક્ષા દળો દ્વારા 4 જૈશના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આ આતંકવાદીઓ ચૂંટણી પહેલા એક મોટો હુમલો કરવાનુ કાવતરું ઘડી રહ્યા હતા.

પીએમ મોદી પર મમતા બેનર્જીએ કર્યો હુમલો, કહ્યું- પીએમ કેરેસ ફંડમાં આવેલ લાખો-કરોડો રૂપિયાનું શું થયુ

English summary
Grenade attack on CAPF camp in Sopore, Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X