CM ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં શામેલ થઈ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ ગઈ છે. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમાં શામેલ થઈ. તમને જણાવી દઈએ કે ઉર્મિલાએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી. આના એક દિવસ પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે પણ કહ્યુ હતુ કે ઉર્મિલા માતોંડકર મંગળવારે પાર્ટીમાં શામેલ થઈ શકે છે. વાસ્તવમાં વિધાન પરિષદના સભ્યપદ માટે શિવસેના તરફથી રાજ્યપાલ બીએસ કોશ્યારીને ઉર્મિલા માતોંડકરનુ નામ મોકલવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હાલમાં મહા વિકાસ અઘાડીની સરકાર છે. ભાજપથી અલગ થયા બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યુ હતુ. વિધાન પરિષદના સભ્યપદ માટે ત્રણે પાર્ટીઓએ ચાર-ચાર લોકોના નામની યાદી મોકલી હતી. આમાંથી શિવસેના દ્વારા મોકલવામાં આવેલ ચાર નામમાંથી એક નામ ઉર્મિલાનુ હતુ. ત્યારબાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે જલ્દી શિવસેનાનો પાલવ પકડી લેશે. ત્યારબાદ આજે તે પાર્ટીમાં શામેલ થઈ ગઈ છે.
રાજનીતિમાં ઉર્મિલા માતોંડકરના સફરની વાત કરીએ તો પહેલા કોંગ્રેસમાં હતી. તેણે 2019માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈની સીટથી ચૂંટણી લડી હતી. જો કે તેમાં તે હારી ગઈ હતી અને ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટી જીત્યા હતા. ત્યારબાદ ઉર્મિલાએ રાજનીતિથી અંતર જાળવીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ. હવે શિવસેનામાં શામેલ થઈને તેણે રાજનીતિમાં નવી ઈનિંગની શરૂઆત કરી છે. થોડા સમય પહેલા ઉર્મિલા ત્યારે સમાચારો આવી હતી જ્યારે અભિનેત્રી કંગના રનોતે તેના વિશે અમુક વિવાદિત વાતો કહી હતી. ઉર્મિલાએ પણ મુંબઈની પીઓકે સાથે તુલાના કરીને અને નેપોટીઝન વિશે કંગના પર નિશાન સાધ્યુ હતુ.
દિલ્લી બાદ ગુજરાતે પણ ઘટાડ્યા કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ