જો બિડેનના પગમાં ફ્રેક્ચર થયો, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- Get Well Soon
વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનના પગમાં હેયરલાઈન ફ્રેક્ચર થઈ ગયું છે. તેમના ડૉક્ટર તરફથી રવિવારે જણાવવામાં આવ્યું કે શનિવારે પ્રેસિડેન્ટ પોતાના ડોગ મેજર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમના પગમાં ફ્રેક્ચર થઈ ગયો.રવિવારે બિડેનના ડૉક્ટર કેવિન ઓ કોનર તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરી માહિતી આપવામાં આવી છે.
બિડેન ફેમિલી પાસે બે ડોગી છે
જેમાં કહેવામાં આવ્યું કે, 'શરુઆતી એક્સરેમાં કોઈપણ પ્રકારના ફ્રેક્ચરની પુષ્ટિ નહોતી થઈ પરંતુ જ્યારે વધુ તપાસ કરવામાં આવી તો ફ્રેક્ચરનો અંદાજો થયો. જે બાદ સીટી સ્કેનમાં હાડકામાં હળવું ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું. આગલા કેટલાક અઠવાડિયા સુધી તેમને વૉકિંગ બૂટની જરૂરત પડશે.' જણાવી દઈએ કે બિડેન ફેમિલી પાસે બે ડોગી છે જેનું નામ મેજર અને ચમ્પ છે અને બંને જર્મન શેફર્ડ છે. બિડેન ફેમિલીએ મેજરને નવેમ્બર 2018માં અડોપ્ટ કર્યો હતો જ્યારે ચેમ્પ 2008માં ફેમિલીનો ભાગ બન્યો. હવે બિડેનના પગમાં ફ્રેક્ચર થતાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી તેમને જલદી સાજા થઈ જવાની શુભકામના પાઠવી છે.
Guru Nanak Jayanti: PM મોદી અને રાહુલ ગાંધીએ ગુરુ નાનકને કર્યા નમન, દેશવાસીઓને પાઠવી શુભકામના
અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ
બિડેને 20 નવેમ્બરે પોતાનો 78મો જન્મદિવસ મનાવ્યો છે તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ હશે. 20 જાન્યુઆરી 2021ના રોજ તેઓ 46મા પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે. ચૂંટણી પ્રચાર દરમ્યાન બિડેન કેમ્પેન તરીફથી તેમની મેડિકલ હિસ્ટ્રીને લઈ જાણકારી શેર કરવામાં આવી હતી. આ જાણકારી મુજબ પૂર્વ વાઈસ- પ્રેસિડેન્ટ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પ્રેસિડેન્ટ પદ માટે ફિટ છે. તેમના કેમ્પેન તરફથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી તેમાં તેમના ડૉક્ટર ઓ કૉનર તરફથી કરવામાં આવેલ મેડિકલ તપાસ સામેલ હતી. કોનર 2009થી બિડેનના ડૉક્ટર છે. જ્યોર્જ વૉશિંગ્ટન મેડિકલ ફેકલ્ટી એસોસિએટ્સમાં એગ્જિક્યૂટિવ મેડિસિન છે.