કોવિડ-19 વેક્સીન તૈયાર કરી રહેલી ટીમ સાથે પીએમ મોદીએ કરી બેઠક
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિડ-19 વેક્સીન તૈયાર કરી રહેલ ત્રણ ટીમો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી છે. આ ત્રણ ટીમ પૂણેની જેનોવા બાયોફાર્માસ્યુટીકલ્સ, હૈદરાબાદની બાયોલૉજિકલ ઈ લિમિટેડ અને હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ છે. આ વિશેની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયે આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કંપનીઓ સાથે વિનિયામક પ્રક્રિયાઓ અને તેની સાથે સંબંધિત બાબતો પર સૂચનો અને વિચાર શેર કરવા માટે કહ્યુ છે. તેમણે એ પણ સૂચન આપ્યુ છે કે વેક્સીન વિશે સામાન્ય જનતાને સરળ ભાષામાં સૂચિત કરવા માટે વધુ પ્રયત્ન કરો.
પીએમઓ અનુસાર પ્રધાનમંત્રી મોદીએ આ કંપનીઓમાં કોવિડ-19 સાથે લડવા માટે વેક્સીન સમાધાન સાથે આવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહેલ પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ દરમિયાન વેક્સીનના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મની ક્ષમતા પર પણ ચર્ચા કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ભારત સહિત દુનિયાના બાકી દેશોમાં હજુ પણ કોરોના વાયરસ કહેર બનીને મંડરાઈ રહ્યો છે. આ વાયરસથી બચાવ માટે ભારત સહિત દુનિયાની બાકી કંપનીઓ પણ વેક્સીન વિકસિત કરવામાં લાગી છે અને ટ્રાયલના અલગ અલગ સ્ટેજ પર છે. દરેકની નજર અત્યારે વેક્સીન પર અટકેલી છે.
વેક્સીન વિશે આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનનુ કહેવુ છે કે આવતા વર્ષની શરૂઆતના 3-4 મહિનામાં આ વાતની સંભાવના છે કે અમે દેશના લોકોને વેક્સીન ઉપલબ્ધ કરાવી શકીશુ. જુલાઈ-ઓગસ્ટમાં અમારી યોજના છે કે અમે લગભગ 25-30 કરોડ લોકોને વેક્સીન આપી શકીશુ. અમે તે મુજબ તૈયારી કરી રહ્યા છે. હું દરેકનો કોવિડ-19થી બચાવ માટે ઉપયુક્ત વ્યવહારને યાદ રાખવા અને તેનુ પાલન કરવાનો અનુરોધ કરવા માંગુ છુ જેમકે માસ્ક પહેરવુ અને સામાજિક અંતર જાળવવુ. આ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.
સુપરસ્ટાર રજનીકાંતઃ રાજનીતિમાં એન્ટ્રી વિશે જલ્દી કરીશ એલાન