સુપરસ્ટાર રજનીકાંત પાર્ટી નેતાઓ સાથે બેઠકમાં બોલ્યા - રાજનીતિમાં એન્ટ્રી વિશે જલ્દી કરીશ એલાન
ચેન્નઈઃ કરોડો દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર રજનીકાંત જલ્દી રાજનીતિમાં એન્ટ્રી કરવાનો નિર્ણય સંભળાવી શકે છે. રજનીકાંતે સોમવારે મક્કલ મંડ્રમના પદાધિકારીઓ સાથે પોતાની રાજનીતિક એન્ટ્રીની સંભાવના પર વિચાર કર્યો. તમિલનાડુમાં વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોમવારે માંડ્રમના જિલ્લા સચિવો સાથે બેઠક અહીં અભિનેતા રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં થઈ. ડૉક્ટરોએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરવાની સલાહ આપી નહોતી.
રજનીકાંતે કહ્યુ કે આજની બેઠકમાં સચિવો સાથે મે પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કર્યુ. રજનીકાંતે કહ્યુ કે જે પણ નિર્ણય લધો, તેમં મારો સાથ આપવાનુ આશ્વાસ આપ્યુ. હું જલ્દી નિર્ણય લઈશ. ગયા મહિને અભિનેતા રજનીકાંતે સંકેત આપ્યા હતા કે ચૂંટણી રાજનીતિમાં તેમની એન્ટ્રીમાં હજુ વાર લાગી શકે છે. અભિનેતાએ કહ્યુ કે એક મહિના બાદ હું યોગ્ય સમયે લોકોને જણાવીશ. રજનીએ મક્કલ મંડ્રામના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ રાજકીય મંતવ્ય વિશે આ સંકેત આપ્યા.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મે 2021 દરમિયા તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બેઠકના એજન્ડા પર રિપોર્ટથી સંકેત મળે છે કે કંઈ ઘોષણા થઈ શકે છે. રજનીકાંતે 29 ઓક્ટોબરે કહ્યુ હતુ કે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોવાથી તેમને રાજનીતિમાં પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. હવે તે રિકવર થઈ જતાં તેમણે ગંભીરતાથી રાજકીય પાર્ટી શરૂ કરવા પર પુનર્વિચાર કર્યો અને Mandramને લૉંચ કર્યુ હતુ. હવે 2021 પહેલા પોતાના રાજકીય દળને સફળતાપૂર્વક મેદાનમાં ઉતારવા માટે રજનીકાંત સક્રિય રાજનીતિનુ જલ્દી એલાન કરી શકે છે.
મેલાનિયાનો મોટો નિર્ણય, પુસ્તકમાં ખોલશે વ્હાઈટ હાઉસના રાઝ!