ખેડૂત આંદોલન વચ્ચે આજે 11 વાગ્યે પીએમ મોદી કરશે ‘મન કી બાત’
નવી દિલ્હીઃ કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કરશે. કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે તેવા સમયે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ સંબોધવા જઈ રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી આ મુદ્દા પર પોતાની વાત રાખી શકે છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ અને કોરોના વેક્સીનને લઈને પણ વિચાર વ્યક્ત કરે તેવો અંદાજો ગલાવવામાં આવી રહ્યો છે. શનિવારે પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ સહિત પુણેની સિરમ ઈન્સ્ટીટ્યૂટ અને હૈદરાબાદમાં પણ વેક્સીન ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અગાઉ પીએમ 25 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા.
Farmers Protest: બન્ને બાજુથી બોર્ડર સીલ, દિલ્હી પોલીસે જારી કરી એડવાયઝરી