For Quick Alerts
For Daily Alerts
છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો, આસિસ્ટન્ટ કમાંડેંટ શહીદ
છત્તીસગઢના સુકમા જિલ્લાના તાલકટોરા વિસ્તારમાં શનિવારે રાતે નક્સલીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો. આ દુર્ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના સહાયક કમાંડેંટના એક જવાન શહીદ થઈ ગયા છે અને નવ જવાન ઘાયલ થયા છે. આસિસ્ટન્ટ કમાંડેંટની ઓળખ નિતિન ભાલેરાવના રૂપમાં કરવામાં આવી છે.
મળી રહેલી જાણકારી મુજબ કોબરાની એક ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે જ નક્સલીઓએ આઈઈડી હુમલો શરૂ કરી દીધો હતો. ઘાયલ જવાનોને રાયપુર લઈ જવામાં આવ્યા છે અને અત્યારે હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આસિસ્ટન્ટ કમાંડેંટ નિતિન ભાલેરાવને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા.
પ્રદર્શનકારી ખેડુતોને અમિત શાહે કરી અપીલ, સરકાર દરેક માંગ પર વિચાર કરવા તૈયાર