ભાજપે મારા પરિવાર પર હુમલો કર્યો પરંતુ હું તેમના જેટલા સ્તરે નહિ જઉઃ ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મહારાષ્ટ્ર વિકાસ અઘાડી(MVA)સરકારના એક વર્ષ પૂરા થઈ ગયા છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી(BJP)પર જોરદાર નિશાન સાધ્યુ છે. કોરોના કાળ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે આ એક ખૂબ જ દુઃખદ વર્ષ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'તેમને(ભાજપ) ભવિષ્યવાણી કરતા રહેવા દો, તે વ્યસ્ત છે અને ખુશ છે. હું તેમની ખુશીને બરબાદ કરવા નથી માંગતો. જે સમયે અમે સરકાર ચલાવી રહ્યા તે અલગ છે(મહામારીના કારણે). દુનિયાએ એક સદી બાદ આવી સ્થિતિનો સામનો કર્યો છે આની પહેલા જે પણ સરકાર ચલાવી રહ્યા હતા તેમને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો.'
હું કોઈના પર પણ વ્યક્તિગત હુમલો નથી કરતોઃ ઉદ્ધવ ઠાકરે
હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં ભાજપ પર હુમલો કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, હું ક્યારેય પણ વ્યક્તિગત હુમલો નથી કરતો કે દૂર્ભાવનાપૂર્ણ ઈરાદાથી નથી બોલતો. જેમ તેમણે મારા પરિવાર પર પ્રતિશોધની ભાવના સાથે હુમલો કર્યો છે... જ્યારે અમે તેમની સાથે હતા તો અમે તેમની સાથે સારા હતા, અમે તેમના માટે પ્રચાર કરતા હતા, હવે જુઓ કે જે રીતે તે અમારા પરિવાર પર હુમલો કરી રહ્યા છે અને તેમની રાજનીતિની વિકૃત પ્રવૃત્તિને જોઈ રહ્યા છે. પરંતુ હું ભાજપના સ્તરની આટલી નીચે ના જઈ શકુ. હું ક્યારેય કોઈના પર વ્યક્તિગત હુમલો નથી કરતો.
કોરોના વેક્સીન પર શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?
કોરોના વેક્સીન સાથે જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'અમને આના માટે એક સારી યોજનાની જરૂર છે. આવુ હું એટલા માટે કહી રહ્યો છુ કારણકે વેક્સીન બનાવતી આપણા દેશમાં પાંચ કંપનીઓ છે. તેને કેટલા તાપમાનમાં રાખવી છે, કેટલા ડોઝની જરૂર છે? હજુ સુધી કોઈ વાત પર સ્પષ્ટતા નથી માટે તેના પર ચોક્કસ પ્લાનની જરૂર છે.'
GST પર ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવોઃ ઉદ્ધવ ઠાકરે
જીએસટી પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, અમને લાગે છે કે મુંબઈને વધુ મદદ મળવી જોઈએ. જો જીએસટીમાં કોઈ પણ કમી હોય તો આના માટે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવો. જો સરકાર એ ન કરી શકતી હોય તો જૂની સિસ્ટમને પાછી લાવી દેવી જોઈએ.
સોમાલિયાઃ રાજધાની મોગદિશુમાં આત્મઘાતી હુમલો, 7ના મોત