ગુરુનાનક દેવજીની 551મી જન્મજયંતિ, ભારતના શીખ શ્રદ્ધાળુ પહોંચ્યા પાકિસ્તાન
નવી દિલ્લીઃ ગુરુ નાનક દેવની 551મી જયંતિ પર યોજાનાર કાર્યક્રમ માટે ભારતથી 600થી વધુ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબમાં સ્થિત નનકાના સાહિબમાં ગુરુનાનક દેવની જયંતિ પર વિશેષ કાર્યક્રમ થશે. નનકાના સાહિબ સિખ ધર્મના સંસ્થાપકનુ જન્મ સ્થળ છે. એવામાં અહીં ગુરુનાનક જયંતિનો સિખોમાં વિશેષ ઉત્સાહ રહે છે. નનકાના સાહિબમાં 30 નવેમ્બરે આયોજિત થનાર કાર્યક્રમ માટે આ શ્રદ્ધાળુ વાઘા બૉર્ડરથી પહોંચ્યા છે.
ઈવેક્યુડ ટ્રસ્ટ પ્રૉપર્ટી બોર્ડ તરફથી માહિતી આપવામાં આવી છે કે શુક્રવારે વાઘા બોર્ડર દ્વારા 602 ભારતીય સિખ શ્રદ્ધાળુ બાબા ગુરુ નાનકની 551મી જયંતિનો ઉત્સવ મનાવવા માટે નનકાના સાહિબ પહોંચ્યા છે. આ શ્રદ્ધાળુ 10 દિવસની યાત્રા પર આવ્યા છે. આ દરમિયાન પંજાબના બીજા ગુરુદ્વારાના પણ દર્શન કરશે. બૉર્ડર પર પાકિસ્તાન સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અધ્યક્ષ સતવંત સિંહ અને મહાસચિવ અમીર સિંહે તીર્થયાત્રીઓનુ સ્વાગત કર્યુ. તેમણે જણાવ્યુ કે બોર્ડના ચેરમેન આમેર અહેમદે યાત્રીઓની સુરક્ષા માટે વિશેષ નિર્દેશ આપ્યા છે.
ગુરુ નાનક જયંતિ 30 નવેમ્બરે છે. આ વર્ષે ગુરુ નાનકની 551મી જયંતિ મનાવવામાં આવી રહી છે. ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરુ નાનક દેવજીનો જન્મ રાય ભોઈની તલવંડી નામની જગ્યાએ થયો હતો. જે પાકિસ્તાનના નનકાના સાહિબમાં છે. દર વર્ષે કારતક પૂનમના દિવસે નાનક દેવજીની જયંતિ મનાવવામાં આવે છે. ગુરુ નાનક દેવજી સિખોના પ્રથમ ગુરુ હતા અને તેમણે જ કરતારપુર સાહિબ ગુરુદ્વારાનો પાયો મૂક્યો હતો. ગુરુ નાનકજીના જન્મ દિવસે ગુરુ પર્વ કે પ્રકાશનો પર્વ મનાવવામાં આવે છે.
વિદેશી રાજનાયિકોનો પૂણેની દવા કંપનીઓનો પ્રવાસ રદ