અરબ સાગરમાં ક્રેશ થયુ ભારતીય નેવીનુ ફાઈટર જેટ MiG 29K, પાયલટની શોધખોળ ચાલુ
મુંબઈઃ ઈન્ડિયન નેવી માટે ગુરુવારે 26 નવેમ્બરે એક ખરાબ સમાચાર આવ્યા જ્યારે તેનુ ફાઈટર જેટ મિગ-29ના અરબ સાગરમાં ક્રેશ થઈ ગયુ. ગુરુવારે સાંજે 5 વાગે આ દૂર્ઘટના બની છે. જ્યાં સર્ચ ટીમે એક પાયલટને શોધી લીધો છે જ્યારે બીજા પાયલટની શોધ હજુ ચાલુ છે. સમાચાર લખાવા સુધી પાયલટની કોઈ માહિતી મળી શકી નથી. નૌકાદળ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઈન્કવાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે જેથી દૂર્ઘટનાના કારણો જાણી શકાય. મિગ-29કે નૌકાદળના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્યથી ઑપરેટ કરે છે.
માલાબાર યુદ્ધાભ્યાસમાં થયુ શામેલ
મિગ-29કે નેવીના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્યથી ઑપરેટ કરે છે. પાયલટની શોધખોળ માટે જમીન અને હવામાં સર્ચ ટીમો લાગેલી છે. હાલમાં જ અરબ સાગરમાં માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો આયોજિત થયો હતો. આ યુદ્ધાભ્યાસમાં આઈએનએસ વિક્રમાદિત્યએ પણ ભાગ લીધો હતો અને મિગ-29કેએ પણ સરસ રીતે દરેક મિશનને અંજામ આપ્યો. મિગ-29કે એ શુક્રવારે ગોવાથી ઉડાન ભરી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઈન્ડિયન નેવીનુ મિગ એરક્રાફ્ટ ગોવામાં રૂટીન સૉર્ટીના સમયે ક્રેશ થઈ ગયુ હતુ. વાસ્કોમાં થયેલી આ ઘટનામાં પાયલટ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યો હતો અને બાદમાં તેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં આઈએનએસ હંસા પર જે દુર્ઘટના થઈ તેમાં મિગ 29કેના એક સિંગલ સીટર જેટ હતુ અને અમુક ટેકનિકલ કારણોથી તે ક્રેશ થઈ ગયુ હતુ. જ્યારે 26 નવેમ્બરે જે દૂર્ઘટના બની તેમાં મિગ-29કેને એક ટ્રેનર ક્રાફ્ટ ગણાવવામાં આવી રહ્યુ છે.
'ઓવૈસીના દાદાનો છે પીવી ઘાટ? હિંમત હોય તો તોડીને બતાવો'