તેજસ્વી યાદવે સદનમાં આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું - છોકરીના ડરથી નીતીશ કુમારે બીજું બાળક ના કર્યુ
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સીએમ નીતીશ કુમાર પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી ત્યારે બિહાર વિધાનસભામાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી ગૃહમાં હાજર એનડીએના ધારાસભ્યોએ અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે તેજસ્વી યાદવના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેજસ્વી યાદવે મર્યાદાનું પાલન કરવું જોઈએ. સીએમ પર આવી કોઈ ટિપ્પણી થવી જોઈએ નહીં. આ એક ખોટી પરંપરાની શરૂઆત છે.
ગૃહમાં વિપક્ષી નેતા તેજશવી યાદવે કહ્યું કે નીતિશજી તેમની ચૂંટણી સભાઓમાં લાલુના 9 બાળકો વિશે વાત કરતા હતા. એવું કહેવામાં આવતું હતું કે પુત્રી પર વિશ્વાસ નથી, પુત્ર માટે 9 બાળકો થયા. શું નીતીશ કુમારને દીકરી થવાનો ડર હતો, તેથી નીતીશ કુમારે બીજુ સંતાન પેદા કર્યુ ન હતુ.
જ્યારે એનડીએના ધારાસભ્યોએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો ત્યારે આરજેડી તેજસ્વી યાદવનો બચાવ કરતી જોવા મળી હતી. આરજેડી નેતા સુબોધ રાયે કહ્યું હતું કે વ્યક્તિગત હુમલો ન થવો જોઈએ. પરંતુ જો બીજો વ્યક્તિ હુમલો કરે છે, તો અમે પણ ચૂપ રહીશું નહીં. નીરજ કુમાર જે ભાષા બોલે છે તે દરેકને ખબર છે. હજી કંઈ થયું નથી અને હજી બનવાનું બાકી છે.
બીજી તરફ તેજસ્વી યાદવના નિવેદનોનો વિરોધ કરતાં જેડીયુ નેતા ગુલામ રસુલ બાલિયાવીએ કહ્યું કે ગૃહની અંદર વિપક્ષી નેતા તેજશ્વી યાદવ દ્વારા અપાયેલ નિવેદન અત્યંત શરમજનક છે. તે જ સમયે, ભાજપ નેતા સંજય સરોગીએ તેને તેજસ્વીની હતાશા ગણાવ્યું. સરવાગીએ કહ્યું કે તેજશવી યાદવ પરિણામ પૂર્વે જ મુખ્યમંત્રી તરીકે ફરતા હતા. હવે હતાશામાં. તેથી ઉંધા - સિધા નિવેદનો આપી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ: મમતા બેનરજીના ખાસ શુભેંદુ અધિકારીએ મંત્રી પદેથી આપ્યું રાજીનામુ