તેલંગાના ભાજપ ચીફઃ અકબરુદ્દીન ઓવૈસીના દાદાનો છે પીવી ઘાટ? હિંમત હોય તો તોડીને બતાવો
હૈદરાબાદઃ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(GHMC Election 2020) ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના નેતાઓ વચ્ચે જોરદાર વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોતાની એક ચૂંટણી સભામાં કહ્યુ કે હુસેન સાગર ઝીલના તટ પર બનેલ પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ અને ટીડીપીના સંસ્થાપક એનટી રામારાવની સમાધિઓ(ઘાટ)ને હટાવી દેવી જોઈએ. અકબરુદ્દીન ઓવૈસીના આ નિવેદન પર તેલંગાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ બંડી સંજય કુમાર ભડકી ગયા છે.
તેમણે પલટવાર કરીને કહ્યુ, શું આ પીવી ઘાટ અને એનટીઆર ઘાટ બંને તેમના(અકબરુદ્દીન ઓવૈસી)ના પિતા કે તમારા દાદાનુ છે શું? એક ચૂંટણી સભાને સંબોધિત કરીને બંડી સંજય કુમારે કહ્યુ, 'મે સાંભળ્યુ છે કે ઓવૈસીએ કહ્યુ, પીવી ઘાટ અને એનટીઆર ઘાટને ધ્વસ્ત કરવા જોઈએ. શું એ તમારા પિતા કે દાદાનુ છે? હિંમત હોય તો તેને ધ્વસ્ત કરી દો. ત્યારથી માત્ર 2 કલાકમાં, ભાજપ નેતા દારુસ્સલામ(AIMIM મુખ્યાલય) પાડવા માટે તૈયાર છે.'
હૈદરાબાદમાં 1 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીના થોડા દિવસ પહેલા તેલંગાના ભાજપ ચીફ બંડી સંજય કુમારે કથિત રીતે ધમકી આપીને કહ્યુ કે હૈદરાબાદના ઓલ્ડ સિટી વિસ્તારમાં ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરીશુ. તેમણે દાવો કર્યો છે કે હૈદરાબાદના ઓલ્ડ સિટીમાં રોહિંગ્યાઓ અને પાકિસ્તાનીઓનો કબ્જો છે અને જો તે સત્તામાં આવશે તો તેને હટાવવા માટે જૂના શહેરમાં સર્જીકલ સ્ટ્રાઈક કરશે.જેનો જવાબ આપીને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુકે જો હૈદરાબાદના ઓલ્ડ સિટી વિસ્તારમાં રોહિંગ્યાઓ અને પાકિસ્તાનીઓનો કબ્જો હોય તો આવા 100 નામ વિશે ભાજપ જણાવે. તેમણે એ પણ કહ્યુ હતુ કે જો ઘૂસણખોરોના આના પર કબ્જો હોય તો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અત્યાર સુધી તેમને કેમ અહીંથી કાઢ્યા નથી, શું એ બંને ઉંઘી રહ્યા હતા.
GHMC ચૂંટણીઃ ભાજપે જારી કર્યો ફ્રી વેક્સીનવાળો મેનિફેસ્ટો