આખરે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે જો બિડેનને શુભકામના પાઠવી
બેઈજિંગઃ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે આખરે પોતાની ચુપ્પી તોડતાં અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનને ચૂંટણીમાં મળેલી જીત માટે શુભેચ્છા પાઠવી છે. જિનપિંગ તરફથી બિડેનને જે સંદેશ મોકલવામાં આવ્યો તેમાં ઉમ્મીદ જતાવવામાં આવી કે મતભેદોને દૂર કરી શકાય ચે અને દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે આંતરિક સહયોગ વધશે.
સ્વાસ્થ્ય અને સ્થિર સંબંધોની ઈચ્છા
ન્યૂજ એજન્સી શિન્હુઆ તરફથી જણાવવામાં આવ્યું કે જિનપિંગ તરફથી મોકલવામાં આવેલ નોટમાં એક સ્વાસ્થ્ય અને સ્થિર સંબંધોની ઈચ્છા જતાવવામાં આવી છે. સાથે જ એવા સિદ્ધાંતોને આગળ વધારવાની ઈચ્છા જતાવી જે અંતર્ગત કોઈ સંઘર્ષ અથવા કોઈપણ પ્રકારના દ્વંદ નહિ થાય. બિડેન તરફથી એવા તમામ વર્લ્ડ લીડર્સના વખાણ કરવામાં આવ્યાં છે જેમણે તેમને જીત માટે શુભેચ્છા આપી. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ હજી સુધી અમેરિકી ચૂંટણી પર કોઈ ટિપ્પણી નહોતી કરી. ત્રણ નવેમ્બરે થયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણી બાદથી સતત પ્રેસિડેન્ટ ડોાનલ્ડ ટ્રમ્પ કોઈપણ પ્રકારના આધાર પુરાવા વિના ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાનો દાવો કરી રહ્યા હતા.
99 ટકા લોકો નથી ઈચ્છતા કે હું હાર સ્વીકારુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પ પ્રશાસન તરફથી ચીન પર એડિશનલ ચાર્જ લગાવવામાં આવ્યા અને તેની સાથે જ કોરોના વાયરસ મહામારી માટે પણ ચીનને દોષ આપવામાં આવ્યો. આનાથી અલગ પ્રેસિડેન્ટ ટ્રમ્પના પ્રશાસનના અધિકારીઓ તરફથી શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનો પર થઈ રહેલા અત્યાચારો માટે પણ ચીની સરકારને દોષી ગણાવવામાં આવ્યા છે. સાથે જ હોંગકોંગમાં પણ માનવાધિકારના ઉલ્લંઘન માટે જિનપિંગ સરકારને જવાબદાર ગણાવવામાં આવી.