આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર રોક 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ, DGCA જારી કર્યુ સર્ક્યુલર
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાયલ (ડીજીસીએ)ના ગુરુવારે જારી સર્ક્યુલરમાં કહેવામાં આવ્યુ છે કે 31 ડિસેમ્બરની રાત સુધી દેશમાં નિયમિત આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનોનુ પરિચાલન બંધ રહેશે. કોરોના મહામારીને જોતા ડીજીસીએએ કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોની અવરજવર પર લાગેલી રોકને લંબાવી દેવામાં આવી છે. વંદે ભારત મિશન હેઠળ જતી ખાસ ઉડાનો અને તેના કાર્ગો ફ્લાઈટો પર પણ રોક નહિ લાગે જે વિશેષ રીતે ડીજીસીએ દ્વારા સંચાલિત છે.
દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાનનુ નિયમિત પરિચાલન 23 માર્ચથી બંધ છે. કોરોના મહામારી માટે 25 માર્ચથી બધી ઘરેલુ યાત્રી ઉડાનો પર પણ રોક લગાવી દીધી હતી. લગભગ બે મહિના બાદ નિયમિત ઘરેલુ યાત્રી ઉડાનોનુ પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ પરંતુ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ આઠ મહિનાથી ચાલુ છે.
દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જો કે થોડા સમય પહેલા સુધી રોજ 80થી 90 હજાર નવા કેસ આવી રહ્યા હતા જે હવે 50 હજારની અંદર છે. તેમ છતાં ચિંતાની વાત એ છે કે ઘણા રાજ્યોમાં કોરોનાની પીજી અને ત્રીજી લહેર જોવા મળી રહી છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યુ છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 44,489 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કુલ કેસોની સંખ્યા 92,66,706 થઈ ગઈ છે. 524 મોત છેલ્લા 24 કલાકાં નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ દેશમાં કોરોનાથી થયેલ મોતની સંખ્યા 1,35,223 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 4,52,344 છે. અત્યાર સુધી 86,138 દર્દી દેશમાં કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોના વેક્સીનની તૈયારી જોવા માટે 4 ડિસેમ્બરે પૂણે પહોંચશે વિદેશી પ્રતિનિધિ મંડળ