26 વર્ષની ઉંમરે જ સાંસદ બની ગયા, શું હતી અહમદ પટેલ અંતિમ ઈચ્છા? જાણો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના બહુ નજીકના કહેવાતા અહેમદ પટેલનું આજે સવારે નિધન થઈ ગયું છે. 71 વર્ષના અહમદ પટેલ કોરોના સંક્રમિત હતા અને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા, તેમના દીકરા ફૈઝલે ટ્વીટ કરી તેમના નિધનની જાણકારી આપી. અહમદ પટેલના નિધનથી આખી કોંગ્રેસ પાર્ટીમાં શોકની લાગણી છે જ્યારે પીએમ મોદી સહિત દેશના કેટલાય વરિષ્ઠ નેતાઓએ અહદમ પટેલના નિધન પર શોક પ્રકટ કરતા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી છે.

અહમદ પટેલની અંતિમ ઈચ્છા
વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતાં અહમદ પટેલની અંતિમ ઈચ્છાનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે, 'અહમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના પૈતૃક ગામ પીરામનમાં દફનાવવામાં આવે, જે ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલું છે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.'

પીએમ મોદીએ અહમદ પટેલને તેજ દિમાગ વાળા ગણાવ્યા
અહમદ પટેલનું નિધન કોંગ્રેસ માટે વિશાળ ક્ષતિના રોપમાં જોવામાં આવી રહ્યું છે, તેમના નિધન પર પીએમ મોદીએ પણ શોક પ્રકટ કર્યો છે, તેમણે ટ્વીટ કર્યું કે, 'અહમદ પટેલજીના નિધનથી બહુ દુખી છું, તેમણે સાર્વજનિક જીવનમાં કેટલાંય વર્ષ સમાજની સેવામાં વિતાવ્યાં, પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ કરાશે.'

અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, 'કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલીના નિધનની સૂચના અત્યંત દુખદ છે. અહમદ પટેલજીનું કોંગ્રેસ પાર્ટી અને સાર્વજનિક જીવનમાં જબરું યોગદાન રહ્યું, હું દુખની આ ઘડીમાં તેમના પરિજનો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.'
આજે મે એક દોસ્ત અને વફાદાર સહયોગીને ગુમાવી દીધાઃ સોનિયા ગાંધી

ગાંધી પરિવારના બહુ નજીકના હતા અહમદ પટેલ
ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારના બહુ નજીકના કહેવાતા 71 વર્ષીય અહમદ પટેલ 3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેમણે પોતાની પહેલી લોકસભા ચૂંટણઈ 26 વર્ષની ઉંમરમાં ભરૂચથી જીતી હતી. સોનિયાગાંધીના વિશેષ સલાહકાર અહમદ પટેલને પાર્ટીના સંકટમોચક કહેવામાં આવતા હતા, તેમને 2018માં કોંગ્રેશના ખજાનચીબનાવવામાં આવ્યા હતા, તેઓ વર્ષ 1993થી રાજ્યસભા સાંસદ હતા.