આજે મે એક દોસ્ત અને વફાદાર સહયોગીને ગુમાવી દીધાઃ સોનિયા ગાંધી
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ ગણાતા વરિષ્ઠ નેતા અહેમદ પટેલુનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. 71 વર્ષના અહેમદ પટેલ કોરોનાથી સંક્રમિત હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમના દીકરા ફેઝલે ટ્વિટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા. અહેમદ પટેલના નિધનથી આખી કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે આજે મે મારા સહયોગીને ગુમાવી દીધા છે.
તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'આજે મે મારા પોતાના એક વફાદાર સહયોગી, એક દોસ્ત અને એક એવા કૉમરેડને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ ન લઈ શકે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરુ છુ અને હું તેમનો શોક સંતપ્ત પરિવાર માટે સાંત્વના આપુ છુ. અહેમદ પટેલના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થનની સાચી ભાવના પ્રદાન કરુ છુ.'
'અહેમદભાઈ ખરેખર બહુ સારા વ્યક્તિ હતા'
અહેમદ પટેલના નિધન પર ઘણા કોંગ્રેસી નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે લખ્યુ છે, 'જ્યારે પણ હું દિલ્લીમાં અહેમદભાઈને મળતો હતો ત્યારે મને તે જમ્યા વિના જવા ન દેતા. અહેમદભાઈ ખરેખર બહુ સારા વ્યક્તિ હતા. વચન અને દોસ્તી નિભાવનાર વ્યક્તિનુ આમ અચાનક જતુ રહેવુ આપણા સૌના માટે દુઃખદ છે. ભગવાન તેમના પરિવારને હિંમત આપે. 'ॐ શાંતિ.'
'રાજકીય રેખાઓ મિટાવીને દિલો પર છાપ છોડી'
વળી, કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરીને લખ્યુ - 'નિશબ્દ..જેમને દરેક નાના મોટા, દોસ્ત, સાથી.. વિરોધી પણ.. એક જ નામથી સમ્માન આપતા - 'અહેમદભાઈ!' તે જેમણે સદા નિષ્ઠા તેમજ કર્તવ્ય નિભાવ્યુ, તે જેમણે સદાય પાર્ટીને જ પરિવાર માન્યો, તે જેમણે સદાય રાજકીય રેખાઓ મિટાવીને દિલો પર છાપ છોડી, હજુ પણ વિશ્વાસ નથી..અલવિદા અહેમદજી.'
'અહેમદ પટેલના જવાથી બહુ મોટી ખોટ પડી'
રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે અહેમદ પટેલના નિધન પર ટ્વિટ કરીને લખ્યુ - દિગ્ગજ કોંગ્રેસી નેતા અને દોસ્ત શ્રીના અસામયિક નિધન વિશે જાણીને ઉંડુ દુઃખ અને શોક લાગ્યો. અહેમદ પટેલજી આ કોંગ્રેસ પાર્ટી અને મારા જેવા બધા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે બહુ મોટી ખોટ પડી છે. પાર્ટીમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.
અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો ઉંડો શોક