For Quick Alerts
For Daily Alerts
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા કરાશે પુરી, પૈતૃક ગામમાં કરાશે દફન વિધિ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના દીકરી ફેઝલ પટેલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા અહમદ પટેલ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા ત્યારથી તે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે આજે સવારે 3 વાગીને 3-0 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા.
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે તેમના પાર્થીવ મૃતદેહને પોતાના વતન પિરાણા ગામમાં તેમના માતા પિતાની કબરની પાસે કરવામાં આવે. અહેમદ પટેલની આ ઇચ્છા પુરી કરવામાં આવશે અને તેમની દફનવીધી તેમના વતનમાં કરાશે.
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલનુ કોરોનાથી નિધન, દીકરા ફેઝલ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી