99 ટકા લોકો નથી ઈચ્છતા કે હું હાર સ્વીકારુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે હજી સુધી ડેમોક્રેટ જો બિડેનના હાથે હાર નથી સ્વીકારી, તેમણે એક સર્વેના પરિણામને ટ્વીટ કર્યું છે. ટ્રમ્પે આ ટ્વીટમાં કહ્યું કે 99 ટકા જેટલા લોકો માને છે કે તેઓએ બિડેનના હાથે પોતાની હાર સ્વીકારવી ના જોઈએ. ટ્રમ્પ તરફથી ટ્વીટ કરાયેલ પોલના પરિણામોમાં 1.1 ટકા લોકોએ જ તેમને પોતાની હાર સ્વીકારવા કહ્યું છે.
મીડિયાએ બિડેનને વિજેતા ગણાવ્યો
ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું, 'શું પ્રેસિડેન્ટ ટ્રમ્પને બિડેનના હાથે હાર માની લેવી જોઈએઃ નહી- 190,593 વોટ, હા- 2181 વોટ, કુલ વોટ- 192,774.' ટ્રમ્પ મુજબ દેશની ભલાઈ માટે તેમણે ગમે તે થઈ જાય ઉભા ના રહેવું જોઈએ. રિપબ્લિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે વર્ષ 2016ની ચૂંટણીમાં હિલેરી ક્લિંટનને માત આપી હતી. 3 નવેમ્બરે થયેલ ચૂંટણીમાં જ મીડિયા સંગઠન તરફથી બિડેનને વિજેતા ઘોષિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી ટ્રમ્પે પોતાની હાર નથી માની. ટ્રમ્પ કેમ્પેન તરફથી ચૂંટણીમાં મોટા પાયે ધાંધલીની વાત કહેવામાં આવી રહી છે. કેમ્પેને જ રાજ્યમાં કેટલીય અરજીઓ દાખલ કરી હતી અને તેમાં વોટની ગણતરી રોકવાની માંગ કરી હતી. પરંતુ કેટલીય અરજીઓ ફગાવી દેવામાં આવી. થોડા દિવસો પહેલાં સુધી ટ્રમ્પે બિડેનને હાથ ઔપચારિકતા સત્તા હસ્તાંતરણ માટે પણ ઈનકાર કરી દીધો હતો.
બિડેનની ટીમને જાણકારી આપવામાં આવી રહી છે
હવે ટ્રમ્પે ઈરાદો બદલ્યો છે અને મંગળવારે વ્હાઈટ હાઉસ તરફથી પ્રેસિડેન્શિયલ ડેલી બ્રીફિંગને મંજૂરી આપી દીધી છે. જે બાદ હવે જો બિડેનને પ્રેસિડેન્ટ સુરક્ષા સાથે જોડાયેલ મહત્વની જાણકારીઓ હાંસલ થઈ શકશે. બિડેને પોતાની ટીમનું એલાન કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેમણે એન્ટની બ્લિંકેનને પોતાના વિદેશ મંત્રી તરીકે ચૂંટ્યા છે જ્યારે જેનેટ યેલેનને દેશના નાણામંત્રી બનાવવામાં આવી શકે છે. નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેન અને વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ 20 જાન્યુઆરી 2021ના રોજ શપથ લેશે. આની સાથે જ બિડેન દેશના 46મા અને સૌથી ઘરઢા પ્રેસિડન્ટ બની જશે. કમલા હેરિસ અમેરિકાની 49મી વાઈસ પ્રેસિડેન્ટ હશે. તેઓ પહેલા મહિલા ઉપ રાષ્ટ્રપતિ છે અને સાથે જ પહેલાં અશ્વેત મહિલા હશે જેમને આટલી મોટી જવાબદારી મળશે.