• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રશિયાની ધમકી, જાપાન સાગરમાં અમેરિકન જહાજને તોડી પાડીશું

By BBC News ગુજરાતી
|

રશિયાએ કહ્યું કે પોતાના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ કરનાર અમેરિકન જહાજને તોડી પાડશે.

રશિયાનું કહેવું છે કે તેમના યુદ્ધજહાજે જાપાન સાગરના તેમના વિસ્તારમાં ઘૂસી આવેલા અમેરિકન નેવીના વિધ્વંસક જહાજનો પીછો કર્યો હતો.

અમેરિકન નેવીના આ વિધ્વંસક જહાજનું નામ યુએસએસ જૉન એસ મૅકેન છે.

યુએસએસ જૉન એસ મૅકેન રશિયાની દરિયાઈ સરહદ પીટર ધ ગ્રૅટ ગલ્ફ વિસ્તારમાં બે કિલોમિટર સુધી અંદર આવી ગયું હતું.

રશિયાનું કહેવું છે કે તેમને આ જહાજને નષ્ટ કરવાની ધમકી આપી હતી, જે બાદ અમેરિકન જહાજ તેમના વિસ્તારમાંથી ચાલ્યું ગયું હતું.

જોકે અમેરિકન નેવીનું કહેવું છે કે તેમનાથી કોઈ પણ પ્રકારની ચૂક થઈ નથી અને એવું પણ કહ્યું છે કે તેમના જાહાજને કોઈ પણ જગ્યાએથી નીકળી જવા કહેવામાં આવ્યું નથી.


અમેરિકન નેવી

આ ઘટના મંગળવારના રોજ જાપાન સાગરમાં થઈ હતી. આ વિસ્તાર ઇસ્ટ સી અથવા પૂર્વ સાગરના નામે પણ ઓળખાય છે.

રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રશાંત વિસ્તારના બેડામાં સામેલ વિધ્વંસક જાહાજ ઍડમિરલ વિનોગ્રાદોવે આંતરાષ્ટ્રીય સંપર્ક ચેનલ દ્વારા અમેરિકન જહાજને ધમકી આપી હતી.

ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે "તેમની દરિયાઈ સરહદમાં પ્રવેશ કરનાર દરેક ઘૂસણખોરોને બહાર કાઢવા માટે બળપ્રયોગ કરી શકે છે."

જોકે અમેરિકન નેવીના સાતમા બેડાના પ્રવક્તા લેફ્ટનન્ટ જોએ કેલીએ આ દાવા વિશે જવાબ આપતાં જણાવ્યું કે "રશિયા ખોટું નિવેદન આપે છે. કોઈ પણ દેશે યુએસએસ જૉન એસ મૈકેનને પોતાના વિસ્તારમાંથી જવા માટે કહ્યું નથી."

તેમણે જણાવ્યું કે, "દરિયાઈ સરહદ વિશે કરવામાં આવતા ગેરકાયદેસર દાવાઓને અમેરિકા ક્યારેય સ્વીકારશે નહીં, જેમ અહીં રશિયાએ કર્યું છે."


ઘૂસણખોરીનો આરોપ

દરિયામાં ક્યારેક-ક્યારેક આવી ઘટના ઘટી જાય છે. જોકે પૂર્વ ચીન સાગરમાં વિધ્વંસક જાહાજ ઍડમિરલ વિનોગ્રાદોવ અને અમેરિકન જાહાજ સામ-સામે આવી ગયાં હતાં.

ત્યારે પણ રશિયા અને અમેરિકાએ એકબીજા પર આરોપો મૂક્યા હતા.

બંને દેશો સમયાંતરે દરિયા અને આકાશમાં એકબીજા સાથે ધર્ષણની સ્થિતિમાં આવી જાય છે.

1988માં રશિયન યુદ્ધજહાજ બેઝ્ઝાવેંટીએ અમેરિકન જહાજ યૉકટાઉનને બ્લૅક સીમાં ટક્કર મારી હતી.

ત્યારે પણ સોવિયત સંઘે અમેરિકન જહાજ પર પોતાના વિસ્તારમાં ઘૂસણખોરીનો આરોપ મૂક્યો હતો. અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે.


જો બાઇડનની જીત

હજુ સુધી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને જીત બદલ શુભેચ્છા આપી નથી.

બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો મુદ્દે આખરી સમજૂતીને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેની ડેડલાઈન ફ્રેબુઆરી સુધી છે.

ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી પર બંને દેશોએ 2010માં સહી કરી હતી, જેમાં બંને દેશો એ વાત પર સહમત થયા હતા કે દૂર સુધી હુમલો કરવા સક્ષમ પરમાણુ હથિયારોની સંખ્યામાં નક્કી કરેલી સીમા સુધી ધટાડો કરવામાં આવશે.

2017ની સાલમાં યુએસએસ જૉન એસ મૅકેનની સિંગાપુર પાસે થયેલી અથડામણમાં 10 ખલાસી મૃત્યુ પામ્યા હતા.



https://www.youtube.com/watch?v=WgMjdMdOIBQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Russia threatens to wreck American ship in Sea of Japan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X