કોરોના વેક્સીન પર પીએમ મોદી આજે કરશે બધા મુખ્યમંત્રીઓ સાથે બેઠક
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના વધતા જઈ રહેલા કેસ વધતા જઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસ વચ્ચે હવે દરેક જણ કોવિડ-19ની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી કોરોના વેક્સીન પર બે મોટી બેઠક આજે મંગળવારે(24 નવેમ્બરે) કરવા જઈ રહ્યા છે. આ બેઠકોમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. પીએમ મોદી પહેલી બેઠક 10.30 વાગ્યાથી 12 વચ્ચે કરશે જેમાં તે વેક્સન વિશે ચર્ચા કરશે.
આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી, રાજસ્થન, પશ્ચિમ બંગાળ, હરિયાણા, કેરળ અને છત્તીસગઢ શામેલ છે. પીએમ મોદી અન્ય રાજ્યોના સીએમ સાથે બીજી બેઠક કોરોના વેક્સીનને કઈ રીતે વિતરણ કરવી તેના પર ચર્ચા કરશે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. પીએમ મોદી આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છે.
રાહુલ ગાંધીએ વેક્સીન વિશે પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા 4 સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને સવાલ પૂછ્યા છે કે છેવટે તે કોને સૌથી પહેલા કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવશે. રાહુલ ગાંધીએ સોમવારે (22 નવેમ્બર) ટ્વિટ કરીને લખ્યુ, 'પીએમ મોદીએ આ ચાર સવાલોના જવાબ આપવા જોઈએ...પહેલો - બધા કોરોના વેક્સીન ઉમેદવારોમાંથી, ભારત સરકાર કોની પસંદગી કરશે અને કેમ?, બીજો - કોરોના વેક્સીન સૌથી પહેલા કોને મળશે અને તેને કઈ રીતે વિતરીત કરવાાં આવશે, ત્રીજો - શું ફ્રીમાં કોરોના વેક્સીન આપવા માટે PMCares ફંડનો ઉપયોગ કરવામાં આવશે. ચોથો - બધા ભારતીયોને કોરોના વેક્સીન ક્યાં સુધી મળશે?'