કોરોના સામે Sputnik V વેક્સીન 95% સફળ, ટ્રાયલનું રિઝલ્ટ જાહેર
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે રશિયાની વેક્સીન સ્પુતનિક વીને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલ ગૈમલિયા નેશનલ સેંટર ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ દરરોજ કરાતા પરીક્ષણના ક્લિનિકલ ટ્રાયલના પરિણામ જાહેર કર્યાં છે જેમાં માલૂમ પડ્યું છે કે સ્પુતનિક વી વેક્સીન 28 દિવસ બાદ કોરોના વાયરસ પર 91.4 ટકા પ્રભાવી રહી છે. સંસ્થાએ આગળ કહ્યું કે સ્પુતનિક વી વેક્સીનનો પહેલો ડોઝ આપ્યાના 42 દિવસ બાદ કોરોના વાયરસ વિરુદ્ધ તેની પ્રભાવકારિતા વધીને 95 ટકાથી પણ વધુ થઈ જાય છે.
જણાવી દઈએ કે રશિયાની વેક્સીન સ્પુતનિક વીનું ભારતમાં પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે, ગેમેલિયા ઈન્સ્ટીટ્યૂટના પરિણામ જાહેર થયા બાદ વેક્સીનના રિઝલ્ટને લઈ ભારતના શોધકર્તાઓ ઘણા ખુશ છે. કોરોના વાયરસથી નિપટવા માટે રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સીન Sputnik Vનું બીજા અને ત્રીજા તબક્કાનું હ્યૂમન ટ્રાયલ હૈદરાબાદ સ્થિત દેશની દિગ્ગજ ફાર્મા કંપની ડૉક્ટર રેડ્ડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની સુરક્ષા અને પ્રભાવકારિતાને સમજવા માટે વેક્સીનના 2 અને 3 તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ દરમ્યાન એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વેક્સીન સ્પુતનિક વી દુનિયાની સૌથી સસ્તી વેક્સીન હશે. જો કે સરકારે હજી સુધી એકેય વેક્સીનની કિંમતને લઈ ખુલાસો નથી કર્યો, પરંતુ રશિયાની વેક્સીન સ્પુતનિક વી (Sputnik-V) બનાવતી કંપનીએ દાવો કર્યો કે તેમની આ વેક્સીન દુનિયાની સૌથી સસ્તી વેક્સીન હશે. વેક્સીનની કિંમતને લઈ કરવામાં આવી રહેલા દાવા વચ્ચે પીએમ મોદીએ પણ એક ટ્વીટ કર્યું.
PM સાથેની મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, આ 3 પોઈન્ટથી કંટ્રોલ થશે કોરોના
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, 'કઈ વેક્સીન કેટલા રૂપિયામા વેચાશે તે હજી ફેસલો નથી. થયો, જો કે ભારત સંબંધિત બે વેક્સીન પણ રેસમાં આગળ ચાલી રહી છે. અમે ગ્લોબલ ફર્મ્સ સાથે પણ કામ કરી રહ્યા છીએ. કેટલાય વર્ષો સુધી દવા હાજર રહેવા છતાં પણ લોકો પર તેનો વિપરીત પ્રભાવ પડી જતો હોય છે. માટે વૈજ્ઞાનિક રીતે એક ફેસલો લેવાની જરૂરત છે.'