કંગનાને મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ, રાજદ્રોહની ધારાઓમાં FIR
બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કંગના અને રંગોલીને 8 જાન્યુઆરીએ મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ સાથે પોલીસને અભિનેત્રી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યુ છે.
બોમ્બે હાઈકોર્ટે કંગનાની અરજીની સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે. કંગરાના આદેશ બાદ મુંબઈ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આમાં, કંગના પર સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બંને સમુદાયો વચ્ચે વિભાજન ઉભુ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો જેમાં રાજદ્રોહના કેટલીક ધારાઓ શામેલ હતી.
કંગનાએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ સાંભળીને કોર્ટે તેમને 8 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. તે જ સમયે, કોર્ટે કંગના અને તેની બહેન રંગોલીની ધરપકડ પર રોક લગાવી છે. આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે.
આ પહેલા મુંબઇ પોલીસે 26 અને 27 ઓક્ટોબરના રોજ કંગનાને પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ કંગના હાજર રહી નહોતી. બાદમાં પોલીસે 9 અને 10 નવેમ્બરના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારબાદ કંગનાએ તેના વકીલને કહ્યું કે તે તેના ભાઈના લગ્ન માટે હિમાચલ સ્થિત ઘરે આવી છે. આ પછી, મુંબઈ પોલીસે 23 અને 24 નવેમ્બરના રોજ પૂછપરછ માટે નોટિસ મોકલી હતી પરંતુ કંગના હાજર રહી નહોતી.
RT-PCR ટેસ્ટની ફી દેશભરમાં 400 રૂપિયા કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો