PM સાથેની મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, આ 3 પોઈન્ટથી કંટ્રોલ થશે કોરોના
નવી દિલ્લીઃ દેશમાં બેકાબુ થતા કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકારે મોરચો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે એક મીટિંગ કરી. આ મીટિંગમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી. આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. અમિત શાહે મુખ્યમંત્રીઓને 3 મહત્વના નિર્દેશ આપ્યા જેનાથી કોરોનાને કાબુ કરવામાં રાજ્ય સરકારને મદદ મળી શકે.
અમિત શાહે મુખ્યમંત્રીઓને જણાવ્યા 3 મહત્વના મુદ્દા
મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને 3 પોઈન્ટ જણાવ્યા જેમાં પહેલો પોઈન્ટ એ હતો કે બધી રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે તેમના રાજ્યમાં કોરોના મૃત્યુદર 1 ટકાથી ઓછો રહે અને કોરોનાના નવા કેસમાં વૃદ્ધિ 5 ટકાથી ઓછી રહે. આ ઉપરાંત અમિત શાહે મુખ્યમંત્રીઓને એ નિર્દેશ આપ્યા કે તે પોતાના રાજ્યમાં અધિકારીઓને કહે કે તે દર સપ્તાહે રેડ ઝોનની મુલાકાત લે અને ત્યાંથી એકઠા કરેલા આંકડાના આધારે એ રેડ ઝોનના ભવિષ્ય પર નિષ્કર્ષ કરી શકે.
દિલ્લીમાં વધતા કોરોના સંક્રમણ માટે પ્રદૂષણ જવાબદાર- કેજરીવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ મીટિંગમાં બધા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાની સમસ્યાઓ જણાવી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદીને કહ્યુ કે તે પ્રદૂષણના મુદ્દે જરૂર ધ્યાન આપે અને આ બાબતે હસ્તક્ષેપ પણ કરે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં વધતા કોરોના કેસ માટે પ્રદૂષણ પણ જવાબદાર છે. હવે દિલ્લીમાં પ્રદૂષણ ઘટી રહ્યુ છે ત્યારે કોરોના કેસ પણ ઘટી રહ્યા છે.
71માં બંધારણ દિવસ સમારંભમાં જોડાશે રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી