Kumbh Mela 2021: કોરોના કાળમાં હરિદ્વારમાં આયોજિત થશે કુંભ મેળોઃ CM રાવત
Kumbh Mela 2021: દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રવિવારે(22 નવેમ્બર) કહ્યુ કે કુંભ મેળો પોતાના 'દિવ્ય રૂપ'માં 2021માં હરિદ્વારમાં આયોજિત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે કોરોનાના પડકાર વચ્ચે આ બધુ મુશ્કેલ છે અને મહામારીથી ઉત્પન્ન થતી વ્યાવહારિક સમસ્યાઓ છતાં અને આવનારા વર્ષમાં કુંભ મેળાનુ આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ ક્રમમાં સીએમ રાવતે 14 જાન્યુઆરીથી શરૂ થતા 2021 કુંભ મેળાની તૈયારીઓ માટે અખિલ ભારતીય અખાડા પરિષદ(ABAP)ના પદાધિકારીઓ સાથે બેઠકમાં શામેલ થયા.

કરોડો લોકોની આસ્થાની પ્રતીક 'મા ગંગા' સર્વોપરિ
આ બેઠક વિશે માહિતી સીએમ ત્રિેવેન્દ્ર સિંહ રાવતે પોતાના ટ્વિટર પર પણ આપી છે. તેમણે લખ્યુ છે, 'ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના આદિકાળથી જ ગંગા ભારતની સર્વાધિક મહાન તેમજ પવિત્ર નદી તરીકે લક્ષિત છે અને 'મા' તરીકે પૂજાય પણ છે. અમારી સરકાર માટે પણ કરોડો લોકોની આસ્થાની પ્રતીક 'મા ગંગા' સર્વોપરિ છે અને તેને નિર્મળ બનાવી રાખવા માટે અમે સદૈવ તત્પર છે.'

કોવિડ-19ની એ સમયની પરિસ્થિતિ અનુસાર કુંભની થશે તૈયારીઃ સીએમ રાવત
અખાડા પરિષદમાંથી બેઠક વિશે માહિતી આપીને સીએમ રાવતે લખ્યુ, 'આજે રવિવારે(22 નવેમ્બર) અખાડા પરિષદના પૂજ્ય સંત-મહાત્માઓ સાથે બેઠકમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારના એક શાસનાદેશ જેમાં તેમના દ્વારા મા ગંગાને સ્કેપ ચેનલનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેને નાબુદ કરીને 'હર-કી-પેડી' નો 'અવિરલ ગંગા'નો દરજ્જો જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.' એક અન્ય ટ્વિટમાં રાવતે લખ્યુ, ''કુંભ મેળો-2021'ના સ્વરૂપ વિશે અખાડા પરિષદના પૂજ્ય સંત-મહાત્માઓના માર્ગદર્શમાં કોવિડ-19ની એ વખતની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં અધિકારીઓને કુંભ મેળાની તૈયારીઓને સમય-સીમામાં પૂૂર્ણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. જય મા ગંગે.'

કુંભ મેળોઃ રોજ 35થી 50 લાખ લોકોના પવિત્ર સ્નાનની આશા
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ કુંભ મેળા અધિકારી દીપક રાવતે કહ્યુ કે મોટાભાગના કાર્યોને 15 ડિસેમ્બર સુધી પૂરા કરી લેવામાં આવશે. કુંભ મેળા માટે બનાવવામાં આવી રહેલ નવ નવા ઘાટો(નદીના કિનારા), આઠ પુલો અને રસ્તાનુ કામ પૂર્ણ થવાનુ છે. પેયજળ સુવિધા, પાર્કિંગ સુવિધા અને અતિક્રમણ હટાવવા માટે પણ સતત કામ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી એક જાહેરાત મુજબ શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે કહ્યુ કે કુંભ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન થાય તે માટે સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવશે. શહેરી વિકાસ મંત્રીએ કહ્યુ કે કુંભ મેળા 2021 દરમિયાન રોજ 35થી 50 લાખ લોકોના પવિત્ર સ્નાનની આશા છે. ABAP પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિએ સરકારને આશ્વાસન આપ્યુ કે કુંભ મેળાના સફળ આયોજન માટે નિગમ રાજ્ય સરકાર સાથે પૂરો સહયોગ કરશે.
Drugs Case: ભારતી-હર્ષની જામીન અરજી પર આજે સુનાવણી