Cyclone Nivar: તમિલનાડુ-પુડુચેરીમાં ચક્રવાતી તોફાનની સંભાવના, ભારે વરસાદનુ એલર્ટ
ચેન્નઈઃ કોરોનાની માર સહન કરી રહેલ તમિલનાડુ અને પુડુચેરી પર વધુ એક મુસીબત આવવાની છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે બંગાળની ખાડી ઉપર એક ઓછા દબાણનુ ક્ષેત્ર બની રહ્યુ છે કે જે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. જે 25 નવેમ્બરે ઘણુ સક્રિય થઈ શકે છે અને તે તમિલનાડુ અને પુડુચેકીને તટોને પાર કરશે. આ તોફાનનુ નામ 'નિવાર' રાખવામાં આવ્યુ છે.
25 નવેમ્બરે તમિલનાડુ અને પુડુચેરીના તટો પર ટકરાવાની સંભાવના
વિભાગે જણાવ્યુ છે કે આ શક્તિશાળી તોફાનના કારણે પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે અને ભારે વરસાદની પણ સંભાવના છે. આના કારણે તમિલનાડુ અને પુડુચેરીના અમુક વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે અને માછીમારોને સમુદ્રમાં નહિ જવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં આ તોફાન પુડુચેરીથી 600 કિલોમીટર અને ચેન્નઈથી 630 કિલોમીટર દૂર છે કે જે આવતા 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. જે 25 નવેમ્બરે બપોરે તમિલનાડુ અને પુડુચેરીના તટો સાથે ટકરાવાની સંભાવના છે.
અહીં જારી થયુ વરસાદનુ એલર્ટ
હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગાનામમાં 25-26 નવેમ્બર માટે ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. આઈએમડી તરફથી ચક્રવાતી તોફાનની ચેતવણીને જોતા એનડીઆરએફની છ ટીમો કુડ્ડુલોર જિલ્લાના કુડ્ડાલોર અને ચિદમ્બરમ શહેરો માટે રવાના થઈ છે.
કેમ આવે છે તોફાન
પૃથ્વીના વાયમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર પણ જમીનની તરફ જ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે. જ્યારે હવા ગરમ થાય છે ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. જ્યારે સમુદ્રનુ પાણી ગરમ થાય છે ત્યારે તેની ઉપરની હવા ગરમ થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. આ જગ્યાએ નીચા દબાણનુ ક્ષેત્ર બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આ તરફ વહેવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરતી રહે છે. જેના કારણે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને એ જગ્યા તરફ આગળ વધે છે તેને ચક્રવાત કહે છે.
મંદના કરીમીએ 'કોકા કોલા'ના નિર્માતા પર લગાવ્યો શોષણનો આરોપ