વ્લાદીમિર પુતિને જો બિડેનને અમેરિકાના પ્રેસિડેન્ટ માનવાનો ઈનકાર કર્યો
મૉસ્કોઃ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિરે જો બિડેનને અમેરિકાના પ્રેસિડેન્ટ માનવાનો ઈનકાર કરી દીધો છે. પુતિને કહ્યું કે તેઓ કોઈપણ અમેરિકી નેતા સાથે કામ કરવા માટે તૈયાર છે પરંતુ આની સાથે જ તેમણે બિડેનને પ્રેસિડેન્ટ માનવાનો ઈકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પુતિન તરફથી જો બિડેનને હજી સુધી પ્રેસિડેન્ટની ચૂંટણી જીતવાની શુભેચ્છા નથી આપી.
સંબંધ પહેલેથી જ ખરાબ છેઃ પુતિન
પ્રેસિડેન્ટ પુતિને બિડેનને ચૂંટણીમાં મળેલી જીત સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. પુતિને રવિવારે રશિયાની એક સરકારી ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, 'અમેરિકી જનતાનો ભરોસો હાંસલ થયો હોય તેવા કોઈપણ વ્યક્તિ સાથે કામ કરવા અમે તૈયાર છીએ, પરંતુ આ ભરોસો માત્ર એવા ઉમેદવારને આપી શકાય છે જે વિપક્ષી પાર્ટી તરફથી ઓળખાય અથવા તો ચૂંટણી પરિણામની કાનૂની રીતે પુષ્ટિ કરી શકાય.' ચૂંટણી બાદ પુતિન તરફથી આપવામા આવેલી આ પહેલી પ્રતિક્રિયા છે. પુતિન હવે એવા નેતાઓમાં સામેલ થઈ ગયા છે જેઓ બિડેનને વિજેતા માનવાનો ઈનકાર કરી રહ્યા છે.
ટ્રમ્પ હાર માને કે ના માને, ટ્વિટર- ફેસબુક 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્શિયલ અકાઉન્ટ બિડેનને સોંપી દેશે
રશિયા પર કેટલાય આરોપો લાગ્યા
અમેરિકી એજન્સીઓ તરફથી વર્ષ 2016માં રશિયા પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ચૂંટણીમાં હસ્તક્ષેપના કારણે ટ્રમ્પ પ્રેસિડેન્ટ માટે ચૂંટાયા છે. રશિયા હંમેશા આ વાતને લઈ ચિંતિત હતું કે જો બિડેન પ્રેસિડેન્ટ બની ગયા તો પછી તેમના પર પ્રતિબંધોનું દબાણ વધશે અને સાથે જ માનવાધિકાર ઉલ્લંઘનોને લઈને પણ ટકરાવ વધશે. પુતિને આ ફેસલાનો પણ બચાવ કર્યો કે આખરે હજી સુધી બિડેનને શુભેચ્છા આપવાની ઔપચારિકતા પૂરી કેમ નથી થઈ. પુતિને કહ્યું કે આની પાછ કોઈ છૂપયેલી મંશા નથી. જ્યારે પુતિને પૂછવામાં આવ્યું કે શું આ ફેસલાથી અમેરિકા- રશિયાના સંબંધ બગડશે તો આના પર પુતિને કહ્યું કે, 'બરબાદ કરવા માટે કંઈ નથી, સંબંધ પહેલેથી જ ખરાબ છે.'