• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહારાષ્ટ્રના મુંબઈમાં સાર્વજનિક શૌચાલય ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલી મહિલાનુ મોત

|

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં એક સાર્વજનિક શૌચાલય ધરાશાયી થઈ ગયુ છે. આ ઘટના મુંબઈના કુર્લા વિસ્તારની જણાવાઈ રહી છે. સમાચાર મુજબ શૌચાલયના કાટમાળમાં એક મહિલા પણ દબાઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. મહિલાને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યુ. ત્યારબાદ ઘાયલ મહિલાાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવી જ્યાં મહિલાએ દમ તોડી દીધો છે.

માહિતી મુજબ આ ઘટના સોમવાર સવારે લગભગ 7.45 વાગ્યાની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શૌચાલયની એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના કુર્લા વેસ્ટમાં નાઝ હોટલની પાછળ નવપદા બૉમ્બે ઉત્કલ સમિતિમાં થઈ છે. જ્યારે મહિલાના કાટમાળ નીચે દબાયા હોવાની માહિતી મળી ત્યારે ત્યાં ટીમે પહોંચીને કાટમાળ હટાવવાનુ કામ કર્યુ. ત્યારબાદ મહિલાને બહાર કાઢવામાં આવી. બચાવ અભિયાન શરૂ થવા દરમિયાન ત્યાં એમ્બ્યુલન્સ હાજર રહી. મહિલાને બહાર કાઢ્યા બાદ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી. હવે સમાચાર આવ્યા છે કે હોસ્પિટલમાં મહિલાએ ઈલાજ દરમિયાન દમ તોડી દીધો છે

કોરોના કાળમાં હરિદ્વારમાં આયોજિત થશે કુંભ મેળોઃ CM રાવત

English summary
Mumbai: Public toilet collapsed in Kurla, one woman trapped inside it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X