સ્પૂતનિક-Vએ સૌથી સસ્તી વેક્સીન હોવાનો કર્યો દાવો, સરકારને આપી ખરીદવાની ઑફર
નવી દિલ્લીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સરકારનો દાવો છે કે આવતા 3-4 મહિનામાં વેક્સીન લોકોની વચ્ચે હશે. એવામાં દરેક જણ વેક્સીનની કિંમત જાણવા માટે પણ ઉત્સુક છે. જો કે સરકારે હજુ કોઈ વેક્સીનની કિંમતનો ખુલાસો કર્યો નથી પરંતુ રશિયાની સ્પૂતનિક-V(Sputnik-V) વેક્સીન બનાવનાર કંપનીએ દાવો કર્યો છે કે તેમની આ વેક્સીન દુનિયાની સૌથી સસ્તી વેક્સીન હશે.
બાકીની વેક્સીન કરતા સસ્તી પડશે સ્પૂતનિક V!
સ્પૂતનિક - V ના ડેવલપરે દાવો કર્યો છે કે તે સરકારને ફાઈઝર(Pfizer) અને મૉડર્ના(Moderna) દ્વારા બનાવવામાં આવી રહેલી વેક્સીનથી ઓછી કિંમતે વેક્સીન ઉપલબ્ધ કરાવી શકે છે. રવિવારે કંપનીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આની માહિતી આપવામાં આવી. ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે ફાઈઝર વેક્સીનની અધિકૃત કિંમત 1446.17 રૂપિયા પ્રતિ ડોઝ હશે. વળી, મૉડર્ના વેક્સીનની કિંમત 1854.07 રૂપિયાથી લઈને 2744.02 રૂપિયા પ્રતિ ડોઝ સુધી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે એક વ્યક્તિને વેક્સીનના બે ડોઝની જરૂર પડશે. એવામાં એક વ્યક્તિ માટે વેક્સીનના બે ડોઝ 2892.34 રૂપિયાથી લઈને 5488.04 રૂપિયા સુધી પડશે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાની વેક્સીનની કિંમત આવતા સપ્તાહે સાર્વજનિક કરવામાં આવશે ત્યારબાદ તેની ખરીદી પણ કરી શકાશે.
ત્રણે વેક્સીનમાંથી કોણ છે બેસ્ટ?
તમને જણાવી દઈએ કે સ્પૂતનિક V રશિયાની વેક્સીન છે. 11 ઓગસ્ટ, 2020એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આની જાહેરાત કરી હતી. રશિયા દુનિયામાં કોરોના વેક્સીન બનાવનાર પહેલો દેશ હતો. સ્પૂતનિક વિશે હાલમાં જ રશિયાએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસના બચાવ માટે આ વેક્સીન 92 ટકા પ્રભાવી જોવા મળી છે. વળી, બીજી તરફ 17 નવેમ્બરે મૉડર્નાએ એ જાહેરાત કરી હતી કે આ વેક્સીન લોકો પર 94.5 ટકા પ્રભાવી જોવા મળી છે. 18 નવેમ્બરે ફાઈઝરે એ ઘોષણા કરી હતી કે તેની વેક્સીનના અંતિમ તબક્કાના પરીક્ષણનુ અંતિમ પરિણામ 95 ટકા પ્રભાવી જોવા મળ્યુ છે.
Cyclone: તમિલનાડુ-પુડુચેરીમાં ચક્રવાતી તોફાનની સંભાવના
Translating pharma lingo: the announced price of Pfizer of .50 and Moderna of - per dose actually means their price of and - per person. Two doses are required per person for the Pfizer, Sputnik V and Moderna vaccines. The price of Sputnik V will be much lower. https://t.co/nr1C7RBdZB
— Sputnik V (@sputnikvaccine) November 22, 2020