કોરોનાને કંટ્રોલ કરવામાં દિલ્લીવાસીઓના અસહકારથી કંટાળીને સરકારે બંધ કર્યા આ બજારો
નવી દિલ્લીઃ કોરોનાના ફેલાતા સંક્રમણ માટે દિલ્લીમાં હાહાકાર મચેલો છે. કોરોના ઝડપથી ફેલાવા છતાં લોકો ના માસ્કનુ ધ્યાન રાખી રહ્યા છે અને ના સોશિયલ ડિસ્ટંસીંગ જાળવી રહ્યા છે. આ બધાને જોતા પશ્ચિમ દિલ્લી જિલ્લાના અધિકારીઓએ રવિવારે નાંગલોઈમાં સાંજે ભરાતા બે બજારોને 30 નવેમ્બર સુધી બંધ કરી દીધા છે. જિલ્લા પ્રશાસન એમસીડી અને દિલ્લી પોલિસે મળીને આ કાર્યવાહી કરી છે.
કોરોના સંક્રમણના પ્રસારના પ્રારંભિક સમયથી જ પંજાબી બાગ વિસ્તાર પ્રશાસન માટે એક મોટી ચિંતાનો વિષય રહ્યો છે. વાસ્તવમાં કડકાઈ તેમજ જાગૃતિ કાર્યક્રમ માટે કરવામાં આવેલા ઘણા પ્રયાસો છતાં પણ અહીં ના તો લોકો માસ્ક પહેરવા તૈયાર છે અને ના શારીરિક અંતરનુ પાલન કરી રહ્યા છે. રવિવારે નાંગલોઈમાં પંજાબી બસ્તી માર્કેટ તેમજ જનતા માર્કેટમાં ભીડ વધુ થયા બાદ પ્રશાસને તેને બંધ કરવાનો આદેશ કરી દીધો.
અધિકારીએ કહ્યુ- અધિકારીઓ તરફથી વારંવાર નિર્દેશો અને ચેતવણીઓ છતાં લારીઓવાળા બંને બજારોમાં વિક્રેતાઓ અને ખરીદારો દ્વારા માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવવા તેમજ કોવિડ-19ની સુરક્ષાના અન્ય ઉપાયો માટે સરકાર દ્વારા જારી કરવામાં આવેલ દિશા નિર્દેશોનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ હતુ. જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓએ પોલિસ અને ઉત્તર દિલ્લી નગર નિગમ(એનડીએમસી)ના પક્ષો સાથે બજારોને બંધ કરાવ્યા. સાંજના સમયે લાગતા આ બજારોમાં લગભગ 200 દુકાનદાર રોજના ઉપયોગી સામાનની દુકાન લગાવે છે.
તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં કોરોનાનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. રોજ રેકોર્ડ સ્તરે પૉઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. રવિવારે દિલ્લીમાં 6,746 નવા કેસ સામે આવ્યા અને 121 લોકોના મોત થઈ ગયા. વળી, 6,154 લોકો રિકવર પણ થયા. આના એક દિવસ પહેલા શનિવારે દિલ્લીમાં 5879 નવા કેસ અને 111 દર્દીઓના મોત નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ અને મોતનો રેકોર્ડ છે અને આજે આનાથી પણ વધુ મોત નોંધવામાં આવી.
કોરોનાએ ભારે કરી, આ રાજ્યમાં ફરી લૉકડાઉન લાગી શકે