દિલ્હીમાં ફરિથી લોકડાઉન કરવાની યાચિકા હાઇકોર્ટે ફગાવી
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હાઈ કોર્ટે સોમવારે દિલ્હીની અંદર તાત્કાલિક લોકડાઉન કરવાની અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજીની સુનાવણી કરતાં અરજદારને પૂછ્યું હતું કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. નોંધનીય છે કે, તાજેતરના સમયમાં દિલ્હીમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે સરકારે તાજેતરમાં કેટલાક બજારોમાં પ્રતિબંધો પણ લગાવી દીધા છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે લગ્ન સમારંભોમાં આવેલા મહેમાનોની સંખ્યા 200 થી ઘટાડીને 50 કરવા અને જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા બદલ 500 થી 2000 રૂપિયા દંડ વધારવા ઘણા નિર્ણયો લીધા છે. . તાજેતરમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાજધાનીમાં કોરોના વાયરસની આ ત્રીજી લહેર છે તે નકારી શકાય નહીં અને સરકાર તેનાથી બચવા તમામ જરૂરી પગલાં લેશે.
સંજય રાઉતે ફડણવીસને આપ્યો જવાબ, કહ્યું- પહેલા પીઓકે તો લઇ લો પછી કરાચી જઇશું