ભારતી સિંહની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રીએ કર્યો બચાવ
નવી દિલ્હીઃ કૉમેડિયન ભારતી સિંહ અને તેા પતિ હર્ષની ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકારમા મંત્રી નવાબ મલિકે એનસીબી પર સવાલ ઉઠાવ્યા છે. નવાબ મલિકે કહ્યું કે એનસીબી એવા લોકોની ધરપકડ કરી રહી છે જેઓ ડ્રગ્સનું સેવન કરે છે, આ લોકો ડ્રગ્સના લતનો શિકાર થઈ ગયા છે, તેમને જેલ નહિ નશા મુક્ત કેન્દ્ર મોકલવા જોઈએ. એનસીબીનું કામ ડ્રગ્સની તસ્કરી કરતા લોકોને પકડવાનું છે પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી નથી થઈ. શું એનસીબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને પકડીને ડ્રગ્સની તસ્કરી કરી રહેલા લોકોનો બચાવ કરી રહી છે.
જણાવી દઈએ કે ભારતી સિંહના ઘર પર એનસીબીએ દરોડા પાડ્યા હતા, આ દરમ્યાન તેમની પાસે 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. એનસીબીની ટીમે ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા બાદ તેમને પુછપરછ માટે સમન મોકલ્યું હતું. જે બાદ ભારતી સિંહ અને તેના પતિ હર્ષે ગાંજો લેતા હોવાની વાત સ્વીકારી. એનસીબીની ટીમે પહેલાં ભારતી સિંહ અને પછી તેના પતિ હર્ષની પણ ધરપકડ કરી લીધી. આજે બંનેનું મેડિકલ ચેકઅપ કરાશે, જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે.
ભારતી સિંહ અને તેના પતિ સામે ડ઼્રગ્સ લેવા મામલે કેસ થયો
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ એનસીબીની ટીમ બૉલીવુડમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. આ મામલે રાકુલ પ્રીત, દીપિકા પાદુકોણ સહિત કેટલાય સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યાં છે. આ તપાસમાં એનસીબીની ટીમે શનિવારે ફરી એકવાર ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા હતા અને તેના ઘરેથી ગાંજો મળી આવ્યો. અગાઉ એક્ટર અર્જુન રામપાલ અને ફિરોઝ નાડિયાવાલાના ઠેકાણે પણ એનસીબીએ દરોડા પાડ્યા હતા.