કોરોનાએ ભારે કરી, આ રાજ્યમાં ફરી લૉકડાઉન લાગી શકે
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવવાની આશંકા જોર પકડવા લાગી છે જેને પગલે મોટી સંખ્યામાં દેશમાં કોરોના વાયરસના કેસ વધશે. કારમે જ પહેલી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત રહેલ મહારાષ્ટ્રમાં ફરી એકવાર લૉકડાઉન લાગી શકે છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું કે દિવાળી દરમ્યાન ઘણી ભીડ એકઠી થઈ હતી. ગણેશ ચતુર્થી દરમ્યાન પણ આપણે ભીડ જોઈ હતી.
જ્યારે મહારાષ્ટ્રમાં ફરીથી લૉકડાઉન લાવવાને લઈ પવારે કહ્યુ્ં કે, "અમે સંબંધિત વિભાગો સાથે વાત કરી રહ્યા છીએ. અમે આગલા 2-3 દિવસ સુધી સ્થિતનું નિરીક્ષણ કરશું અને તે બાદ લૉકડાઉનને લઈ ફેસલો કરી શકાય છે."
ડેપ્યૂટી મુખ્યમંત્રીએ કહ્યું કે દિવાળી દરમ્યાન ભીડ એવી રીતે એકઠી થઈ ગઈ હતી જાણે કોરોના ખતમ થઈ ગયો હોય. હવે એવુ્ં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોવિડ 19ની બીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારે સ્કૂલોને શરૂ કરવા માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેમાં સ્કૂલોને અલગ અલગ રીતે સાફ સુથરી રાખવા અને સેનિટાઈઝ કરવા પણ સામેલ છે.
દર્દીની સંખ્યા 17 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. પાછલા 24 કલાકમાં 5760 નવા મામલા સામે આવ્યા છે જે બાદ સંક્રમિત થયેલ લોકોની સંખ્યા 17,74,455 પર પહોંચી ગઈ છે. જ્યારે 46,522 લોકો આ મહામારીના લપેટામાં આવી મોતના મોઢામાં સમાઈ ચૂક્યા છે. જેમાંથી 62 લોકોના મોત પાછલા 24 કલાકમાં થયાં.