દેશમાં કોરોનાનો તાંડવ યથાવત, સંક્રમિતોનો આંકડો 90,95,80ને પાર
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 45,209 નવા કેસ મળ્યા છે જ્યારે 501 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડે 90,95,80ને પાર પહોંચી ગયો છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ મુજબ દેશમાં અત્યાર સુધી 85,21,617 લોકો રિકવર થઈ ચૂક્યા છે, જ્યારે દેશમાં હાલ 4 લાખ 40 હજાર 962 એક્ટિવ કેસ છે, જ્યારે પાછલા 24 કલાકમાં થયેલ મોદ બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 33 હજાર 227 થઈ ગઈ છે.
આઈસીએમઆર મુજબ 21 નવેમ્બર સુધી કોરોનાના કુલ 13,17,33,134 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે. જેમાંથી 10,75,326 સેમ્પલનું ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં થયું. જણાવી દઈએ કે કોરોનાએ ફરી એકવાર ઉગ્ર રૂપ દેખાડવું શરૂ કર્યું છે, દિલ્હીમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે, રાજધાનીમાં શનિવારે કોરોના વાયરસના 5879 નવા મામલા સામે આવ્યા છે અને સંક્રમણ દર 12.90 ટકા રહ્યો, જેણે સ્વાસ્થ્ય મંત્રાલયને ચિંતામાં નાખી દીધું.
એવું શું થયું કે ગૌશાળામાં એકસાથે 80 ગાય મૃત્યુ પામી?
કોરોના મહામારી હવે નાજુક મોડ પરઃ WHO
ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયેથી જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું હતું કે પાછલા અઠવાડિયે આખી દુનિયામાં કોરોના વાયરસના 20 લાખથી વધુ નવા મામલા સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ આ સૌથી ઓછા સમયમાં આટલી તેજીથી વધેલા મામલા છે, જે સારા સંકેત નથી. ડબલ્યૂએચઓ મુજબ યુરોપમાં મૃત્યુની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે, જ્યારે ભારત, અમેરિકા, ફ્રાંસ, બ્રાઝીલ અને બ્રિટેનમાં આખા વિશ્વમાંના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. WHOએ એમ પણ કહ્યું હતું કે દુનિયા કોરોના મહામારીમાં હવે નાજુક મોડ પર પહોંચી ગઈ છે અને કેટલાક દેશો ખતરનાક ટ્રેક પર ચાલી રહ્યા છે, જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ બહુ ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે.