CBSE 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ અંગે મોટુ એલાન, બોર્ડના સચિવે આપી માહિતી
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં વધતા કોરોના વાયરસ કેસ વચ્ચે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએઈ) બોર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ મોટી માહિતી આપી છે. અનુરાગના જણાવ્યા મુજબ આવતા વર્ષે 2021માં સીબીએસઈના ધોરણ 10માં અને 12માની પરીક્ષાઓ નિશ્ચિત રીતે થશે અને જલ્દી આ અંગે એક કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડ સચિવનુ એ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે કોવિડ-19 કેસોના કારણે બોર્ડ પરીક્ષાઓ રદ કરવા કે સ્થગિત કરવા અંગે લોકોમાં અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે.

10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ થશે?
ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ 'નવી શિક્ષણ નીતિ(એનઈપી): એક ઉજ્વળ ભવિષ્ય'માં અનુરાગ ત્રિપાઠીએ બધી અટકળો પર વિરામ લગાવીને શુક્રવારે કહ્યુ કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ નિશ્ચિત રીતે થશે અને બહુ જલ્દી એક કાર્યક્રમ ઘોષિત કરવામાં આવશે. સીબીએસઈ યોજના બનાવી રહી છે અને જલ્દી બતાવશે કે તો કોરોના કાળમાં કઈ રીતે પરીક્ષાઓનુ આયોજન કરશે. જો કે અનુરાગે એના પર કોઈ ટિપ્પણી નથી કરી કે શું પરીક્ષાઓ એક જ પ્રારુપમાં આયોજિત કરવામાં આવશે અને ફેબ્રુઆરી-માર્ચમાં નક્કી કાર્યક્રમ મુજબ આયોજિત કરવામાં આવશે કે સ્થગિત કરવામાં આવશે.

સ્કૂલ અને શિક્ષકોએ આફતને અવસરમાં ફેરવી
ત્રિપાઠીએ કહ્યુ કે કોરોના વાયરસ મહામારીમાં આપણે માર્ચ-એપ્રિલ દરમિયાન એ વિશે ચિંતિત હતા કે સિલેબસને આગળ કેવી રીતે વધારીશુ પરંતુ આપણા સ્કૂલ અને શિક્ષકોએ પરિસ્થિતિને સમજીને આફતને અવસરમાં બદલી દીધી. શિક્ષકોએ ટેકનિકનો ઉપયોગ કરીવામાં ખુદને પ્રશિક્ષિત કર્યા અને અમુક મહિનાઓની અંદર તેમના માટે હવે વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઑનલાઈન ક્લાસનુ આયોજન કરવુ સામાન્ય થઈ ગયુ છે.

બોર્ડ પરીક્ષા સ્થગિત કરવાની માંગ
કોરોના મહામારી પર નિયંત્રણ માટે માર્ચમાં દેશભરની સ્કૂલોને બંધ કરવામાં આવી હતી અને 15 ઓક્ટોબરથી અમુક રાજ્યોમાં આંશિક રીતે ખોલવામાં આવી. જો કે હજુ પણ અમુક રાજ્યોએ કોવિડ-19ના કેસોને વધતા જોઈને સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સીબીએસઈ બોર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યુ કે સ્કૂલો અને શિક્ષક-શિક્ષણ ગતિવિધિઓને સંપૂર્ણપણે ઑનલાઈન કરવાના કારણે મે સુધી બોર્ડ પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે.
ઈન્ટરપૉલનો ખુલાસોઃ નેતાઓને મોકલાઈ રહ્યા છે 'સંક્રમિત પત્ર'