Corona Vaccine: કેજરીવાલે કહ્યુ - બધાનુ જીવન જરૂરી છે, કોરોના વેક્સીન માટે કોઈ VIP શ્રેણી નહિ'
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડ-19 વેક્સીનના વિતરણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે કોરોનાથી બચવુ બધાના માટે જરૂરી છે માટે તેમાં વીઆઈપી અને નૉન વીઆઈપીનો કોઈ સવાલ નથી અને ના કોઈ કેટેગરી હોવી જોઈએ. કોરોના વેક્સીન સૌથી પહેલા કોરોના વૉરિયર્સ, વૃદ્ધો અને અન્ય બિમારીઓથી પીડિત લોકોને મળવી જોઈએ. જો કે અરવિંદ કેજરીવાલે એ પણ કહ્યુ છે કે વેક્સીનના વિતરણની યોજના કેન્દ્ર સરકાર બનાવશે. પરંતુ તેમાં પણ તે પ્રાથમિકતા આધારિત' રસીકરણને પોતાની પ્રાથમિકતામાં રાખશે. જે રાજકીય નિર્ણય નહિ પરંતુ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
વેક્સીન બધાના માટે મહત્વની છેઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ ધ હિંદુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ(HTLS)2020માં કહ્યુ, 'લોકોને રસી આપવાની પ્રક્રિયા બધા માટે સમાન છે અને બધાનુ જીવન મહત્વપૂર્ણ છે.' સીએમ કેજરીવાલ બોલ્યા કે આખી દુનિયા અને દિલ્લી સરકાર આતુરતાથી રાહ જોઈ રહી છે. મારુ માનવુ છે કે વિતરણ યોજના કેન્દ્ર સરકાર નક્કી કરશે. જો તે અમારી પાસેથી સૂચન માંગશે તો અમે અમારી વાત તેમની સામે રાખીશુ. જ્યારે લોકોના રસીકરણની વાત આવે ત્યારે વીઆઈપી કે નૉન-વીઆઈપી કેટેગરી વિશે ન વિચારવુ જોઈએ.
દિલ્લીમાં વધતા કોરોના કેસો પર શું બોલ્યા સીએમ કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં કોરોનાનુ જોખમ ગંભીર કેટેગરીમાં છે પરંતુ તેમછતાં પણ સ્થિતિ આપણાથી આઉટ ઑફ કંટ્રોલ નથી. અમે શહેરમાં સરકાર તરફથી દિલ્લી મૉડલ હેઠળ ટેસ્ટ કરીને વધુમાં વધુ સંક્રમિતોની તપાસ કરી રહ્યા છે. દિલ્લીમાં કોરોનાની ચેઈન તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
દિલ્લી કોરોના અપડેટ
દિલ્લીમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 118 લોકોના મોત થયા છે અને 6608 કોરોના કેસ મળી આવ્યા છે. વળી, દિલ્લીમાં મરનારની કુલ સંખ્યા 8159 છે અને 5 લાખ 17 હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ જોવા મળ્યા છે.
અમદાવાદ-મુંબઈ હાઈવે પર અચાનક બ્રેક મારતા 6 કાર ટકરાઈ